વેપાર

દેશમાં છેલ્લા 11 વર્ષોમાં બેંકોમાં 50,000 થી વધુ છેતરપિંડીના કેસ નોંધાયા

નાણાકીય વર્ષ 2012-13માં રૂ. 8,590.86 કરોડના 4,235 કેસો, વર્ષ 2013-14માં રૂ. 10,170.81 કરોડના 4,306 કેસ અને 2014-15 માં રૂ. 19,455.07 કરોડના 4,639 છેતરપિંડીના કેસ નોંધાયા હતા. નાણાકીય વર્ષ 2015-16 અને 2016-17 માં અનુક્રમે રૂ. 18,698.82 કરોડ અને રૂ. 23,933.85 કરોડના 4,693 અને 5,076 કેસ નોંધાયા હતા. તે જ સમયે, રૂ. 41,167.03 કરોડના 5,916 છેતરપિંડીના કેસ 2017-18 માં સામે આવ્યા છે.

દેશમાં છેલ્લા 11 વર્ષોમાં બેંકોમાં 50,000 થી વધુ છેતરપિંડીના કેસ નોંધાયા છે, જેમાં કુલ રૂપિયા 2.05 લાખ કરોડની રકમની હેરાફેરી કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ના આંકડા પ્રમાણે છેતરપિંડીના મોટાભાગના કેસો ICICI બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) અને એચડીએફસી બેંકમાં નોંધાયેલા છે. આંકડા પ્રમાણે, છેલ્લા 11 વર્ષમાં (2008-2009 થી 2018-19ની વચ્ચે) રૂ. 2.05 લાખ કરોડના છેતરપિંડીના 53,334 કેસ નોંધાયા છે. આઇસીઆઇસીઆઈ બેંકમાં સૌથી વધુ 6,811 કેસ નોંધાયા છે, જેમાં રૂ. 5,033.81 કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ છે. માહિતી મેળવવાના અધિકાર (આરટીઆઈ) હેઠળ માંગેલી માહિતીના જવાબમાં, કેન્દ્રિય બેંકે આ આંકડા આપ્યા છે.

ઉલ્લેખનિય છે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના 6793 છેતરપિંડીના કેસો નોંધાયા છે. જેનું મુલ્ય રૂ.23,734.77 કરોડ થાય છે. તો એચડીએફસી (HDFC) બેંક સાથે 2497 છેતરપિંડીના કેસ રજિસ્ટર્ડ થયા છે. જેનું મુલ્ય રૂ.1200.79 કરોડ આંકવામાં આવે છે. તથા બેંક ઓફ બરોડા સાથે છેતરપિંડીના 2160 કેસ નોંધાયા છે. જેનું મુલ્ય રૂ.12,962.96 કરોડ આંકવામાં આવે છે. જ્યારે એક્સિસ બેન્ક સાથેની રૂ.5301.69 કરોડની છેતરપિંડીના 1944 કેસો રજિસ્ટર્ડ થયા છે. બેંક ઓફ ઈન્ડિયા સાથે રૂ.12,358.02 કરોડ, સિન્ડિકેટ બેંક સાથે રૂ.5830.85 કરોડ, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા સાથે રૂ.9041.98 કરોડની છેતરપિંડી થઈ છે. આઈડીબીઆઈ બેંક સાથે રૂ.5979.96 કરોડ, સ્ટાન્ડર્ડ ચાટર્ડ બેંક સાથે રૂ.1221.41 કરોડ, કેનેરા બેંક રૂ.5553.38 કરોડ, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.11,830.74 કરોડ અને તથા કોટક મહિન્દ્રા બેંક સાથે રૂ430.46 કરોડની છેતરપિંડી થઈ છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button