Ahmedabad
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ દ્વારા માનવ સાંકળ રચી સતર્કતા જાગૃતતા સપ્તાહનું સમાપાન કરાયું
આજે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ ખાતે સતર્કતા જાગૃતતા સપ્તાહ સમાપન કાર્યક્રમ યોજાયો હતો. શ્રી ગીરીશ કારિયાના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લાલદરવાજા સ્થિત સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા માનવ સાંકળ બનાવી હતી.
તેમજ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકોને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. જાગૃતતા સપ્તાહ દ્રારા સમગ્ર ગુજરાતમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના સ્ટાફ દ્વારા સત્યનિષ્ઠાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
જેમા લગભગ 50 કરતા વધુ ગ્રામ સભાઓનું આયોજન કરી વિવિધ શાળા કોલેજોમાં કાર્યક્રમો યોજીને લોકોને ઇમાનદારીને જીવનશૈલી બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આઆ માનવ સાંકળના નિર્માણ સમયે FGM શ્રી કારિયાની સાથે અમદાવાદ ક્ષેત્રના પ્રબંધક શ્રી બીએસ, શ્રી રામ પાણ ઉપસ્થિત રહ્યા હતા.
Nice post…