કોરોનાના કારણે અમદાવાદમાં ત્રીજું મોત, રાજ્યમાં કુલ 5ના મોત

કોરોનાના કારણે રાજ્યમાં વધુ એક મોતના સમાચાર સામે આવ્યા છે. કોરોના વાયરસના કારણે અમદાવાદમાં 45 વર્ષીય એક પુરુષનું મોત થયું છે. તેની સાથે જ અમદાવાદમાં મોતનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે અને રાજ્યમાં કુલ 5 લોકોના મોત થઈ ચૂક્યા છે.
ત્યારે હવે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. માહિતી મુજબ અમદાવાદમાં વધુ એક કોરોનાના દર્દીનું મોત થયું છે. અમદાવાદમાં 45 વર્ષીય પુરુષનું કોરોના સારવાર દરમિયાન મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે. મૃતકને ડાયાબિટીસની પણ બીમારી હતી. આ સાથે હવે રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસથી કુલ 5 લોકોના મોત થયા છે.
કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં રાજ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં લોકડાઉન હોવા છતા કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. મળતી માહિતી મુજબ અમદાવમાદમાં કોરોના સંક્રમણના વધુ 3 કેસ પોઝિટીવ આવ્યા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાના કુલ 21 કેસ પોઝિટીવ નોંધાયા છે. જ્યારે આખા રાજ્યની વાત કરીએ તો આ આંકડો 58 એ પહોંચ્યો છે. માહિતી પ્રમાણે ત્રણે દર્દીઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.
Excellent web site you’ve got here.. It’s hard to find quality writing like yours
these days. I truly appreciate people like you! Take care!!