અચાનક કોરોના કેસમાં રેકોર્ડ બ્રેક વધારો થતા DyCM નીતિન પટેલે આપ્યું નિવેદન, ફરીથી લોકડાઉન…?
નવા વર્ષમાં કોરોના ચિંતાનો વિષય બન્યો છે. કોરોનાના કેસ સતત કેસ વધી રહ્યા છે. જેમા અમદાવાદમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. નવા વર્ષમાં પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોના મહામારીમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ હોસ્પિટલના અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. સાથે જ તેઓએ હોસ્પિટલમાં વ્યવસ્થા અંગે પણ સમીક્ષા કરી હતી.
અમદાવાદમાં કોરોના મહામારીના શરૂ થયેલા સેકન્ડ વેવ સંદર્ભે આરોગ્ય વિભાગની તૈયારી પર નીતિન પટેલે સમીક્ષા કરી હતી. તેઓએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેના બાદ તેઓએ કહ્યું હતું કે, હાલમાં જે કોરોનાના કેસ વધી રહ્યા છે જેને લઈને રિવ્યુ બેઠક યોજી છે. બેઠકમાં હેલ્થ કમિશનર અને હેલ્થ સચિવ પણ હાજર રહ્યા હતા. ગુજરાતમાં પહેલા 1200 કેસ આવતા હતા જે હવે ઘટીને 800 થયા હતા. પરંતુ ફરીથી ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 1000-1200ની આસપાસ પહોંચી રહ્યો છે.
તો કેસ વધતા લોકડાઉન લાગશે તેવા સવાલ પર નાયબ મુખ્યમંત્રી બોલ્યા હતા કે, લોકડાઉન નહિ થાય પણ જરૂર પડશે તો વ્યવસ્થા વધારીશું. માર્કેટમાં સામાન્ય રીતે લોકો બહાર નીકળતા હોય છે, જેને કારણે સંક્રમણ વધ્યું છે. દિવાળી બાદ સ્કૂલો પણ ચાલુ થશે, જેમાં ઓડ ઇવન સિસ્ટમ રાખી છે. હાલમાં પહેલા 9 થી 12 સુધી જ કલાસ ચાલુ કરવાના છે અને એ સ્થિતિ પર પણ સરકાર નજર રાખી રહી છે. અમારી કોર કમિટીની દરરોજ બેઠક થાય છે. તહેવાર સમયે જરૂરી પગલાં લેવામાં આવે છે.