
ભારતમાં કોરોનાની વેક્સિન કોવીશીલ્ડની ગંભીર આડઅસરનો પ્રથમ કેસ નોંધાયો છે. ‘કોવીશીલ્ડ’ વેક્સિનનું હ્યુમન ટ્રાયલ લેનાર વ્યક્તિને ગંભીર સાઈડ ઈફેક્ટ થઈ છે. તેણે કંપની પાસેથી રૂપિયા પાંચ કરોડના વળતરની માંગ કરી છે. 40 વર્ષની આ વ્યક્તિએ ચેન્નઈમાં હ્યુમન ટ્રાયલ લીધું હતું.
આ વ્યક્તિએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેની યાદશક્તિમાં, નવી વસ્તુ શીખવામાં, ધ્યાન કેન્દ્રિત કરવામાં, નિર્ણય લેવામાં અને ડે ટૂ ડેના કામમાં તકલીફ પડી રહી છે.
કોવિશીલ્ડ વિશે
ફોર્મ્યુલાઃ જેનર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્સફર્ડ યુનિ. અને બ્રિટિશ-સ્વીડિશ ફાર્મા કંપની એસ્ટ્રેજેનેકા
નિર્માતાઃ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પુણે
નિર્માણ સ્થળઃ હડપસર, પુણે (મહારાષ્ટ્ર)
સ્ટેટસઃ અંતિમ મંજૂરીના તબક્કામાં
વિશ્વભરની સૌથી મોટા સીરમ, વેક્સિનેશન ઉત્પાદક સંસ્થા તરીકેની નામના ધરાવતી સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં બની રહેલી વેક્સિનને કોવિશીલ્ડ નામ અપાયું છે. આ વેક્સિનની ફોર્મ્યુલા ઓક્સફર્ડ યુનિ.ના વૈજ્ઞાનિકો અને બ્રિટિશ-સ્વીડિશ ફાર્મા કંપની એસ્ટ્રેજેનેકાએ સાથે મળીને વિકસિત કરી છે. એ ફોર્મ્યુલાના આધારે પુણે સ્થિત SIIના પ્લાન્ટમાં એનું ઉત્પાદન થઈ રહ્યું છે. 10 કરોડ ડોઝ બનાવવાની SIIની તૈયારી હવે અંતિમ તબક્કામાં હોવાથી કોવિશીલ્ડ વડાપ્રધાનની મુલાકાત વખતે સત્તાવાર રીતે લોન્ચ થાય એવી શક્યતા સૌથી વધુ ઊજળી છે.