રેલવે મુસાફરો માટે ખુશખબર, ઓનલાઇન ટ્રેન ટિકિટમાં થયો ઘટાડો
1 સપ્ટેમ્બરથી ઓનલાઇન ટ્રેન ટિકિટ મોંઘી થઇ ગઇ હતી. ખરેખરમાં, IRCTCની વેબસાઇટ પર જઇને ટિકિટ બુકિંગ કરવા પર 20-40 રૂપિયા સર્વિસ ચાર્જ તરીકે આપવા પડતા હતા. પરંતુ IRCTCએ આ ચાર્ચ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. હવે નોન એસી ક્લાસ માટે સર્વિસ ચાર્જ 15 રૂપિયા અને એસી ક્લાસ માટે હવે 30 રૂપિયા ચાર્જ રહેશે. આ પહેલા 20 રૂપિયા અને 40 રૂપિયા હતા. આ પ્રકારે આઇઆરસીટીસીએ સર્વિસ ચાર્ચમાં 25 ટકાનો ઘટાડો કર્ટો છે.
જો કે, BHIM UPIની મદદથી પેમેન્ટ કરો છો તો નોન એસી માટે 10 રૂપિયા અને એસી ક્લાસ માટે 20 રૂપિયા ચાર્જ રહેશે. આ નિયમ 1 નવેમ્બર 2019થી લાગુ થઇ રહ્યાં છે. આ પહેલા પણ આઇઆરસીટીસી સર્વિસ ચાર્જ તરીકે ચાર્જ લેતો હતો. પરંતુ 8 નવેમ્બર 2016માં મોદી સરકારે નોટબંધીની જાહેરાત કરી હતી. ત્યારબાદ ડિઝિટલ ટ્રાન્જેક્સન વધારવાના ઉદેશ્યથી ઓનલાઇન ટિકિટ પર સર્વિસ ચાર્જ પરત ખેચ્યો હતો. તે નિયમને હવે ફરી લાગુ કરવામાં આવશે.
રેલવે વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર રેલવે ટિકિટ બુકિંગમાં ઓનલાઇન ટિકિટનો હિસ્સો 55-60 ટકા છે. આવી સ્થિતિમાં રેલ્વેની આવકમાં વધારો થશે. હાલમાં, દરરોજ 11-12 લાખ ટિકિટ બુક કરવામાં આવે છે.