વેપાર

IT રિટર્ન ભરવાનું ચૂકી ગયા છો તો ખાસ વાંચો, ભરવી પડશે લેટ ફી

ચાલુ વર્ષે વ્યક્તિગત અને એચયુએફ કરદાતાઓ માટે આવકવેરા રિટર્ન ફાઇલીંગની અંતિમ મુદત પ્રથમ ૩૧ જુલાઇ અને બાદમાં ૩૧ ઓગષ્ટ કરવામાં આવી હતી. આ અંતિમ મુદત સુધીમાં દેશમા કુલ ૫.૬૫ કરોડ કરદાતાઓએ આઇટી રિટર્ન ફાઇલ કરી દીધા છે.

જો કે, હવે તારીખ ચૂકી ગયેલા કરદાતાઓ માટે મુદત વીત્યુ આઇટી રિટર્ન ફાઇલ કરવા પેનલ્ટી ભરવાના સંજોગો બનશે. જેઓએ રૂપિયા ૧૦૦૦થી લઇને રૂપિયા ૧૦,૦૦૦ સુધીને પેનલ્ટી ભરવાની થઇ શકે છે. આવકવેરા વિભાગ સાથે સંકળાયેલાઓ મુજબ, ચાલુ વર્ષે વ્યક્તિગત અને એચયુએફ કરદાતાઓ માટે રિટર્ન ફાઇલ કરવાની મુદત સૌ પ્રથમ ૩૧ જુલાઈ-૧૯ રાખવામાં આવી હતી. ત્યારબાદ ફાઇલ થનારા રિટર્ન પર પેનલ્ટીની જોગવાઇ હતી.

જો કે, બાદમાં દેશભરમાથી થયેલી રજૂઆતોને ધ્યાને રાખી રિટર્ન ફાઇલ કરવાની અંતિમ મુદત ૩૧ ઓગસ્ટ કરવામાં આવી હતી. આ અંતિમ મુદત સુધીમાં દેશભરમાથી કુલ ૫ કરોડ ૫૬ લાખ રિટર્ન ફાઇલ થયા છે. ગુજરાતમાં ૩૧ ઓગસ્ટ સુધીમાં ૨ લાખથી વધુ રિટર્ન ફાઇલ થયા છે.

જ્યારે મોટા પ્રમાણમાં કરદાતાના રિટર્ન ફાઇલ કરવાના બાકી છે. આ સંજોગોમાં હવે નવી જોગવાઇ મુજબ, વિલંબથી રિટર્ન ફાઇલ કરનારાઓએ હવે પેનલ્ટીનો સામનો કરવો પડશે. જે અંગે સીએ વિરેશ રૂદલાલે જણાવ્યુ હતુ કે, નવી જોગવાઇ મુજબ રૂપિયા પાંચ લાખથી ઓછી આવક ધરાવતા કરદાતાઓએ રૂપિયા ૧૦૦૦ની પેનલ્ટી ભરવાની થાય છે. જ્યારે અન્યો માટે ૩૧ ડિસેમ્બર સુધીમાં રિટર્ન ફાઇલ કરવામાં આવે તો રૂપિયા ૫૦૦૦ અને ત્યારબાદ માર્ચ સુધીમાં રિટર્ન ફાઇલ કરે તો, રૂપિયા ૧૦,૦૦૦ની પેનલ્ટી ભરવાની રહેશે.

જાણકારો મુજબ, નોટબંધી પછી રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યા વધી છે. હજુ પણ રિટર્ન ફાઇલ નહિ કરનારાઓને શોધી કાઢવાની ઝુંબેશ ચાલુ છે. કરદાતાઓ છેવટની ઘડી સુધી રિટર્ન ફાઇલ કરતા નથી. જેને કારણે મુદત ચૂકી જવાના સંજોગોમાં પેનલ્ટીનો ભોગ બનવું પડે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button