Sport

વાનખેડેમાં વિરાટની વાહવાહી, એક સાથે તોડી દીધા સચિન તેંડુલકરના 2 રેકોર્ડ

ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલીએ આઈસીસી વિશ્વકપ 2023માં બેટથી ધમાલ મચાવ્યો છે. વિરાટ કોહલીએ મુંબઈના વાનખેડેમાં રમાઈ રહેલી સેમીફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે કમાલ કરી દીધો છે. વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે આ વિશ્વકપની આઠમી અડધી સદી ફટકારી હતી.

વિરાટ કોહલીએ તોડી દીધો સચિનનો સૌથી મોટો રેકોર્ડ
વિરાટ કોહલીએ આઈસી વિશ્વકપ-2023માં 674* ફટકારી દીધા છે. આ સાથે વિરાટ કોહલીએ એક વિશ્વકપમાં સૌથી વધુ રન બનાવવાનો સૌથી મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વિરાટ કોહલીએ 674મો રન બનાવવાની સાથે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી દીધો છે. સચિને 2003ના વિશ્વકપમાં 673 રન ફટકાર્યા હતા. પરંતુ આ રેકોર્ડ હવે વિરાટ કોહલીના નામે થઈ ગયો છે. મેથ્યૂ હેડન આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. હેડને 2007ના વિશ્વકપમાં 659 રન ફટકાર્યા હતા.

એક જ વર્લ્ડ કપ એડિશનમાં સૌથી વધુ રન:
674* – વિરાટ કોહલી (2023)
673 – સચિન તેંડુલકર (2003)
659 – મેથ્યુ હેડન (2007)
648 – રોહિત શર્મા (2019)
647 – ડેવિડ વોર્નર (2019)

વિરાટ કોહલીની આઠમી અડધી સદી
વિરાટ કોહલી વિશ્વકપ 2023માં શાનદાર ફોર્મમાં છે. વિરાટે આ ટૂર્નામેન્ટમાં બે સદી અને છ અડધી સદી ફટકારી છે. એટલે કે કોહલીએ ટૂર્નામેન્ટમાં આઠમી વખત 50+નો સ્કોર કર્યો છે. આ સાથે તે એક વિશ્વકપમાં 8 વખત 50+ રન બનાવનારો પ્રથમ બેટર બની ગયો છે. વિરાટ કોહલીએ સચિન અને શાકિબ અલ હસનનો રેકોર્ડ તોડી દીધો છે. સચિન તેંડુલકર અને શાકિબ અલ હસન એક વિશ્વકપમાં સાત વખત 50 પ્લસનો સ્કોર બનાવી ચુક્યા છે. પરંતુ કોહલીએ આઠમી વખત 50+નો સ્કોર બનાવી આ રેકોર્ડ તોડી દીધો છે.

વિશ્વકપની એક એડિશનમાં સૌથી વધુ 50+ સ્કોર કરનાર બેટર
8 – વિરાટ કોહલી (2023)
7 – સચિન તેંડુલકર (2003)
7 – શાકિબ અલ હસન (2019)
6 – રોહિત શર્મા (2019)
6 – ડેવિડ વોર્નર (2019)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button