Sport

IPLમાં વિવાદ: હર્ષિત રાણાને ‘ફ્લાઈંગ કિસ પડી ભારે’, BCCIએ લીધા સખ્ત પગલાં

હર્ષિત રાણા શનિવારે રાત્રે કોલકાતા નાઈટ રાઈડર્સની જીતનો હીરો તો બની ગયો, પરંતુ તેના ખરાબ વર્તનને કારણે BCCIએ તેને દંડ ફટકાર્યો છે. IPL 2024ની ત્રીજી મેચ દરમિયાન હર્ષિત રાણાએ સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનર મયંક અગ્રવાલને ‘ફ્લાઈંગ કિસ’ આપી હતી. મયંક, રાણાની આ હરકતથી ખૂબ જ ગુસ્સામાં દેખાતો હતો. એક તરફ ફેંસ હર્ષિતની બોલિંગના વખાણ કરી રહ્યા હતા, તો બીજી તરફ તેઓ તેને સિનિયર ખેલાડીઓનું સન્માન કરવાનું જ્ઞાન પણ આપી રહ્યા હતા. BCCIએ હર્ષિતના પગલા સામે કાર્યવાહી કરતા તેને મેચની ફીનો દંડ ફટકાર્યો છે.

KKRએ 208/7નો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં મયંક અગ્રવાલ (32) અને અભિષેક શર્મા (32)એ હૈદરાબાદને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી. KKRને લાંબા સમય સુધી વિકેટ માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. હૈદરાબાદને પહેલો ઝટકો 22 વર્ષના ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ આપ્યો હતો. તેણે છઠ્ઠી ઓવરના ત્રીજા બોલ પર મયંકનો આઉટ કર્યો હતો. જેમાં તે ડીપ સ્ક્વેર લેગ પર રિંકુ સિંહના હાથે કેચ થયો હતો.

BCCI દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, ‘KKRના બોલર હર્ષિત રાણા પર 23 માર્ચના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ દરમિયાન IPL આચાર સંહિતાનો ભંગ કરવા બદલ મેચની ફીના 60 ટકાનો દંડ લાદવામાં આવ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button