Gujarat

સુરત: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, ફટાકડા ફોડતાં બાળક પર ફરી વળી કાર

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખો. સુરતના કતાર ગામમાં એક ઘટના બની જેણે સૌને ચોંકાવી દીધા છે. જીવનદીપ સોસાયટીમાં ઘરની બહાર ફટાકડા ફોડતા બાળકને કારચાલકે કચડી નાખ્યો હતો. લકઝુરિયર્સ કાર બાળક ઉપરથી ફરી વળી છતાં બાળકનો આબાદ બચાવ થયો હતો. બાળકના હાથમાં અને માથાના ભાગે સામાન્ય ઇજા પહોંચી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઇ છે.

આ ઘટનાના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે, એક બાળક તેના ઘરની બહાર ફટાકડા ફોડવા આવે છે. તે એકલો જ હોય છે. બાળક જ્યારે ફટાકડા ફોડી રહ્યો હોય છે, ત્યારે ટર્નિંગ પરથી એક લક્ઝુરિયર્સ કાર આવે છે. આ કાર ફટાકડા ફોડતા બાળક પર ફરી વળે છે. કાર બાળક પરથી પસાર થઇ જતાં તે રડે છે અને બૂમો પડતો જોવા મળ્યો હતો. જોકે, કારચાલકને આ ઘટના અંગે કોઇ જાણ જ ન થઇ હોય તેવું લાગી રહ્યું હતું. તે બાળકને કચડીને પણ રોકાયો નહોતો અને કાર લઇને આગળ નીકળી ગયો હતો.
અગાઉ પણ સુરતમાં આવી કેટલીક ચોંકાવનારી ઘટનાઓ સામે આવી ચૂકી છે. ખાસ કરીને બાળકોને લઇને ખાસ સભાન રહેવાની જરૂર છે. અગાઉ જુલાઇ મહિનામાં પણ એક આવી ઘટના બની હતી. સુરતમાં આવેલા વેલંજામાં ઘર નજીક રમતા બે વર્ષના બાળક ઉપર સોસાયટીના જ વ્યક્તિએ કાર ચડાવી દીધી હતી. જેને લઇને બાળક ગાડી નીચે કચડાઇ ગયુ હતુ. માસૂમને તરત જ સારવાર માટે ખસેડવામાં આવ્યું હતુ. જ્યાં તેનું સરાવાર દરમિયાન કરુણ મોત નીપજ્યુ હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ કરૂણ ઘટનાને કારણે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button