Pavagadh Temple: પાવાગઢમાં ગુડ્સ રોપ વે તૂટતા 6નાં મોત: સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે

પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે આજે માલવાહક રોપ વે તૂટી પડવાની ઘટના બની છે. જેમાં 6 લોકોના મોત થયા છે. રોપવેનું દોરડું તૂટી પડતાં આ દુર્ઘટના સર્જાઇ છે.


ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ દુર્ઘટનામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો ચાલુ છે.

પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે એક મોટી દુર્ઘટના બનતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. અહીં મંદિર પરિસરના બાંધકામ માટે સામાન ઉપર ચઢાવવા માટે ઉપયોગમાં લેવાતો ગુડ્સ રોપવે તૂટી પડ્યો છે. આ દુર્ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ રોપવે મુખ્યત્વે ભારે સાધનો અને બાંધકામ સામગ્રી જેમ કે સિમેન્ટ, રેતી, ઈંટો વગેરે ઉપર પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતો હતો. આ દુર્ધટનામાં 2 ઓપરેટર, 2 શ્રમિક અને 2 અન્ય લોકોના મોત નિપજ્યા છે.

આ ઘટનાએ યાત્રાધામ પાવાગઢમાં સલામતીના પ્રશ્નો ઉભા કર્યા છે. હજારોની સંખ્યામાં યાત્રિકો રોપવેનો ઉપયોગ કરીને પર્વત પર ચઢે છે. આ ઘટનાને પગલે, વહીવટી તંત્રએ તાત્કાલિક ધોરણે માનવ રોપવેની સુરક્ષા અને જાળવણીની ચકાસણી કરવાની ખાતરી આપી છે. તંત્રએ લોકોને ખાતરી આપી છે કે, મુસાફરો માટેનો રોપવે સુરક્ષિત છે અને તેની નિયમિત જાળવણી કરવામાં આવે છે. આ ઘટના બાદ, ગુડ્સ રોપવે તૂટવાના કારણોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો, આવતીકાલે ચંદ્રગ્રહણ: ભારતમાં કયા સમયે દેખાશે? જાણો પ્રભાવથી લઇને સૂતક કાળનો ટાઇમિંગ



