
ડ્રાય સ્કિન એક સામાન્ય સમસ્યા છે. જે ડ્રાય થવાને કારણે ત્વચા ખરાબ લાગે છે. એવામાં અમે આજે તમારા માટે એક ઉપાય લઇને આવ્યા છીએ. જેની મદદથી તમે આ સમસ્યાને દૂર કરી શકશો. સાજે જ ચહેરા પરના ડાઘ-ધબ્બા પણ દૂર કરી શકશો. તો આવો જોઇએ ઘરેલું ફેસપેક બનાવવાની રીત…
સામગ્રી
કેળા
ગ્લિસરીન
ટી-ટ્રી ઓઇલ
જો તમને ટી-ટ્રી ઓઇલ પસંદ નથી તો તમે તેમા કઇક ખાસ સ્કિન એસેન્સ ઓઇલ ઉમેરી શકો છો. જેમ કે સેન્ડલ વુ઼ડ ઓઇલ,. આ ફેસપેક બનાવવા માટે તમે સૌથી પહેલા અડધું કેળું લો. ધ્યાન રહે કે તેની છાલ નીકાળવાની નથી. હવે તેને છાલ સાથે પીસી લો. સાથે જ તેમા અડધી ચમચી ગ્લિસરીન, અને 3-4 ટીપા ટી-ટ્રી ઓઇલના ઉમેરો. તેને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે. તમારો ફેસપેક..
કેળામાં વિટામીન સી અને વિટામીન ઈ ભરપૂર પ્રમાણાં રહેલા છે. તે ત્વચા માટે ફાયદાકારક છે. કેળાની છાલ પણ અનેક વિટામીનથી ભરપૂર છે. તેની સાથે જ તે ત્વચામાં ગ્લો લાવવવાનું કામ કરે છે. તેનાથી તમારી ત્વચા પરના ડાઘ-ધબ્બા દૂર રહે છે.
ગ્લિસરીન તમારા ચહેરાને સોફ્ટ બનાવશે અને ટી-ટ્રી ઓઇલ જેમા એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી વાયરલ અને એન્ટી ફંગસના ગુણ હોય છે જે તમારા ચહેરા પરા ખીલને ખત્મ કરે છે. તે સ્કિન માટે ઉપયોગી છે.
તે સિવાય તમે કેળા અને હળદરથી પણ ફેસપેક બનાવી શકો છો. તેના માટે એક કેળુ લો અને પીસી લો તેમા અડધી ચમચી હળદર ઉમેરી લો અને 1/3 દહીં ઉમેરી બરાબર મિક્સ કરી લો. ચહેરા પર 15 મિનિટ લગાવો જેથી ખીલની સમસ્યા કાયમ માટે દૂર થશે.



