National

આજે કોંગ્રેસ અન ભાજપનાં આ દિગ્ગજ ઉમેદવારો ફોર્મ ભરશે, ઉમેદવારી સાથે રોડ શો યોજી શક્તિપ્રદર્શન કરશે નેતાઓ

 આજથી ભાજપ, કોંગ્રેસના ઉમેદવારો તબક્કાવાર ઉમેદવારી પત્ર ભરશે. ભાજપના ઉમેદવારો ત્રણ તબક્કામાં ફોર્મ ભરશે. આજે,  આવતીકાલે અને 19 એપ્રિલે ફોર્મ ભરશે. આજે પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા, અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ, ભરૂચથી મનસુખ વસાવા, વલસાડથી ધવલ પટેલ, પંચમહાલથી રાજપાલસિંહ જાધવ, સુરેંદ્રનગરથી ચંદુભાઈ શિહોરા ઉમેદવારી પત્ર ભરશે. દમણ દીવ લોકસભા બેઠકથી લાલુ પટેલ ઉમેદવારી નોંધવાશે. ફોર્મ ભરતા પહેલા ઉમેદવારો રોડ શો યોજી શક્તિપ્રદર્શન કરશે અને ફોર્મ ભરતી સમયે ઉમેદવારોની સાથે પ્રદેશના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.

કોંગ્રેસના ઉમેદવારો પણ આજથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત કરશે. આજે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, સુરેંદ્રનગરથી ઋત્વિક મકવાણા, જામનગરથી જે.પી.મારવિયા અને બારડોલીમાં સિદ્ધાર્થ ચૌધરી ફોર્મ ભરશે.

ગેનીબેન ઠાકોર પાલનપુરના ચડોતર નજીક સભાને સંબોધન કર્યા બાદ રેલી સ્વરૂપે પગપાળા કલેક્ટર કચેરી પહોંચી ઉમેદવારી પત્ર ભરશે. ગેનીબેનની સભામાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત અનેક કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. સુરેન્દ્રનગરથી લોકસભાના કૉંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણા આજે ઉમેદવારી પત્રક ભરશે. કૉંગ્રેસના સમર્થકો અને આગેવાનો સાથે જિલ્લા કલેક્ટર સુધી રોડ શો યોજી ઋત્વિક મકવાણા ઉમેદવારી પત્રક ભરશે ત્યાર બાદ વઢવાણ રોડ પર જાહેર સભા સંબોધશે.

4 જુનના રોજ પરિણામ આવશે

  • તબક્કો 1: 19 એપ્રિલ 2024 મતદાન
  • તબક્કો 2: 26 એપ્રિલ 2024 મતદાન
  • તબક્કો 3: 7 મે 2024 મતદાન
  • તબક્કો 4: 13 મે 2024 મતદાન
  • તબક્કો 5: 20 મે 2024 મતદાન
  • તબક્કો 6: 25 મે 2024 મતદાન
  • તબક્કો 7: 1 જૂન 2024 મતદાન
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button