National

વિદેશમાં ભારતની 527 પ્રોડક્ટમાં મળ્યું કેન્સર ફેલાવનારૂં કેમિકલ! ડ્રાઇ ફ્રૂટ્સ પણ નથી સેફ? રિપોર્ટમાં ખુલાસો

શું ભારતની વસ્તુ સ્વાસ્થ્યના હિસાબથી સેફ નથી? યૂરોપિયન યૂનિયન (EU)ના રિપોર્ટ અનુસાર આ વાત ઘણી હદ સુધી સાચી પણ છે.યૂરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટીએ સપ્ટેમ્બર 2020થી એપ્રિલ 2024 સુધી આવી 527 પ્રોડક્ટમાં કેન્સર ફેલાવનારૂં કેમિકલ મળ્યું છે જે ભારત સાથે જોડાયેલી છે. 332 પ્રોડક્ટ એવી છે જે ભારતમાં બનેલી છે, આ કેમિકલનું નામ એથિલીન ઓક્સાઇડ છે જે એવરેસ્ટ અને MDH મસાલામાં મળ્યું હતું.

જે વસ્તુમાં એથિલીન ઓક્સાઇડ મળ્યું છે તેમાં ડ્રાઇ ફ્રૂટ્સ અને સીડ્સ પ્રથમ નંબર પર છે. ડ્રાઇ ફ્રૂટ્સ અને સીડ્સ સાથે જોડાયેલી 313 પ્રોડક્ટમાં આ કેમિકલ મળ્યું છે. તે બાદ હર્બ્સ અને મસાલા સાથે જોડાયેલી 60 પ્રોડક્ટમાં, ડાયટ સાથે જોડાયેલી ખાવા-પીવાની 48 વસ્તુમાં અને અન્ય ખાવા-પીવાની 34 પ્રોડક્ટમાં આ કેમિકલ મળ્યું છે.

ઓથોરિટી અનુસાર 87 કન્સાઇનમેન્ટને બોર્ડર પર જ રિજેક્ટ કરવામાં આવ્યા હતા. જોકે, બાકીની પ્રોડક્ટ માર્કેટમાં પહોંચી ગઇ હતી પરંતુ બાદમાં તેને માર્કેટમાંથી પણ હટાવી દેવામાં આવી હતી.

એથિલિન ઓક્સાઈડ એક કીટનાશક છે જેનો ઉપયોગ ખેતીમાં કીડાને મારવા માટે કરવામાં આવે છે. સાથે જ તે સ્ટરલાઈજિંગ એજન્ટ તરીકે પણ કામ કરે છે, તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેનું મુખ્ય કામ તબીબી ઇક્વિપમેન્ટ્સને સ્ટર્લાઈઝ કરવામાં આવે છે. સાથે જ મસાલામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button