
ચહેરા પરના ડાઘ-ધબ્બાથી છૂટકારો મેળવવા અજમાવો આ રામબાણ ઇલાજ
ચહેરા પરના ડાઘ-ધબ્બા અને નિશાનથી છૂટકારો મેળવવા માટે તમે પણ અનેક ઉપાય કરો છો. બ્યુટી પ્રોડક્ટસ સિવાય તમે કેટલાક ફળોને તમારી સુંદરતા માટે ઉપયોગમાં લઇ શકો છો. જેનાથી તમારી આ સમસ્યા દૂર થઇ શકે છે. કાચા પપૈયાનો એક ખાસ રીતે ઉપયોગ કરી તમે ચહેરા પર પડેલા નિશાનને ધીમે-ધીમે દૂર કરી શકો છો. આવો જોઇએ કાચા પપૈયાથી તમે કેવી રીતે ચહેરાને સુંદર બનાવી શકો છો.
જાણો તેના ફાયદા
પપૈયામાં પાપેન (papain) નામનું એક તત્વ રહેલું હોય છે જે ડાઘ-ધબ્બા (Scars)ને ઓછા કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ન માત્ર તેમા એન્ટી ઇંફ્લેમેટરી તત્વ હોય છે. પરંતુ આ નિશાનની જગ્યાથી મિલાનિન (melanin)નું પ્રમાણ ઓછું કરીને નિશાનને હળવું પણ કરી શકાય છે. મિલાનિન તે સ્કિન પિગમેંટ છે જે ડાઘ-ધબ્બાનેને ત્વચાથી અલગ કરી દે છે.
આ રીતે કરો તેનો ઉપયોગ
– કાચા પપૈયાને છોલીને તેના નાના-નાના ટૂકડા કરી લો.
– હવે આ ટૂકડાને ક્રશ કરીને તેનો જ્યૂસ નીકાળી લો.
– હવે જ્યૂસને ચહેરા અને ખાસ કરીને નિશાન વાળી જગ્યા પર લગાવી લો.
– 20 મિનિટ સુધી રાખો અને તેને સૂકાવા દો.
– ત્યાર પછી ચહેરાને ગરમ પાણીથી ધોઇ લો.
– થોડાક દિવસમાં તમને આ ઉપાયથી ફરક જોવા મળશે.
– જેનો તમારે દિવસમાં એકવાર ઉપાય કરવો જોઇએ. જેથી જલદી રાહત મળશે.



