Ahmedabad
અમદાવાદમાં રોડ ક્રોસ કરતા યુવકનું BRTSની હડફેટે મોત, બન્યો કાળનો કોળિયો

અમદાવાદમાં ફરી એકવાર BRTS બસચાલકની બેદરકારીના કારણે માનવીય જાનહાનિ સર્જાઈ છે. શહેરમાં એવી અનેકવાર ઘટનાઓ સામે આવી ચૂકી છે જ્યાં બેફામ દોડતી BRTS બસો લોકોના જીવ માટે ખતરો સાબિત થઈ છે. હવે ફરી એવી જ એક દુઃખદ ઘટના દાણીલીમડા વિસ્તારમાં બની છે, જ્યાં એક 27 વર્ષીય યુવકની જીવલેણ અકસ્માતમાં મોત નીપજ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તાર અને નાગરિકોમાં ચકચાર મચી ગઈ છે.
ઘટનાની જાણ થતાં જ દાણીલીમડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તરત જ અકસ્માત માટે જવાબદાર BRTS બસચાલકને ઝડપી લીધો છે. આરોપી ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચાલક બસને વધુ ઝડપે ચાલાવી રહ્યો હતો અને સમયસર બ્રેક ન લગાવી શકતા આ અકસ્માત બન્યો હતો.



