કમોસસી વરસાદના કારણે પાકને થયું નુકસાન, યુવાન ખેડૂતે કરી આત્મહત્યા

રાજ્યમાં ફરી એક ખેડૂતની આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. કમોસસી વરસાદના કારણે ખેડૂત પર આર્થિક સંકટ તૂટી પડ્યો અને તેના કારણે દ્વારકાના ભાણવડના માનપર ગામમાં 37 વર્ષીય કરસનભાઈ વાવનોટિયાએ આપઘાત કર્યો.

વરસાદના કારણે ગોલ્ડ લોનથી ખરીદેલું બિયારણ નાશ પામ્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે યુવાન ખેડૂતે માનસિક તણાવમાં અંતિમ પગલું ભર્યું હતું. .આ બનાવ બાદ ગ્રામજનોમાં શોકની લાગણી ફેલાઈ છે..પરિવારે સરકાર પાસે વળતર અને સહાયની માંગ કરી છે. સમગ્ર મામલો પોલિસ સમક્ષ પહોંચ્યો હતો. પોલીસે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *