GCAS પોર્ટલ પર સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમો માટે કુલ 2 લાખ 71 હજાર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું

શૈક્ષણિક વર્ષ 2025-26થી GCAS પોર્ટલ મારફત વિધાર્થીઓ સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકે તે માટે ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તથા સંપૂર્ણ ફોર્મ ફીલિંગની પ્રક્રિયા તથા ઓનલાઈન અરજીના વેરીફીકેશનની પ્રક્રિયા તા.09 મે, 2025 ને શુક્રવારથી શરૂ થઈ ગયેલ છે. પ્રથમ તબક્કાના પ્રવેશ માટે અરજીની અંતિમ તારીખ 21 મે, 2025 છે. જયારે, વેરીફીકેશનની છેલ્લી તારીખ 23 મે, 2025 છે.
તા.20 મે, 2025ના બપોરે 02:00 કલાક સુધીમાં કુલ 2,71,628 વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ મારફતે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી કુલ 1,96,279 વિધાર્થીઓએ કોલેજ-પ્રોગ્રામની ચોઈસ કરી દીધી છે. જયારે કુલ 1,93,217 વિદ્યાર્થીઓએ તેમની ઓનલાઈન અરજી સબમિટ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, વિધાર્થીઓ અને વાલીઓ GCAS પોર્ટલનો વધુમાં વધુ ઉપયોગ કરી શકે તે માટે સરકાર દ્વારા વિવિધ શહેરોમાં રેડિયો ઉપર પણ GCASની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો, Mehsana: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના સ્વર્ગસ્થ માતૃશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી