Mehsana: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના સ્વર્ગસ્થ માતૃશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગત 17 મેના રોજ અવસાન પામેલા આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના માતૃશ્રી કમળાબહેન પટેલને તેમના નિવાસ સ્થાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શોક સંતૃપ્ત પરિજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી. રાજ્યપાલે આરોગ્યમંત્રીના સ્વર્ગસ્થ માતૃશ્રી કમળાબહેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

રાજ્યપાલની સાથે જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીન, જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ સહિત સ્થાનિક અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દુ:ખની ઘડીમાં સહભાગી બન્યા હતા.

આ પણ વાંચો, IAS અધિકારી ડો.વિક્રાંત પાંડેની CMOમાં સેક્રેટરી તરીકે નિમણૂક, અવંતિકા સિંઘને પ્રમોશન

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *