તહેવારો પૂર્ણ થતાં સિંગતેલના ભાવમાં વધારો, જાણો કેટલો થયો ડબ્બાનો ભાવ?

દિવાળી પૂરી થતાં જ બજારમાં સિંગતેલના ભાવમાં વધારો નોંધાયો છે. સિંગતેલના ભાવમાં સતત ઘટાડા બાદ દિવાળી પછી સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 15નો વધારો થયો છે. અગાઉ ડબ્બાનો ભાવ 2380 રૂપિયા હતો, જે હવે વધીને 2430 રૂપિયા સુધી પહોંચી ગયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા પાંચ વર્ષની દિવાળીઓની સરખામણીમાં આ વખતે સિંગતેલના ભાવ સૌથી ઓછા રહ્યા છે.
વેપારીઓએ જણાવ્યું છે કે હાલના વરસાદી વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે પીલાણયુક્ત મગફળીની આવક ઓછી થઈ છે. એવામાં કાચા માલની આવક ઘટતાં તેલના ભાવમાં વધારો નોંધાયો છે. સાથે જ વેપાસીઓએ આગામી દિવસોમાં મગફળીની આવકમાં વધારો થશે તો ફરી તેલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે. વેપારીઓએ જણાવ્યું કે આગામી 15 દિવસમાં ફરી તેલના ભાવમાં ઘટાડો થશે.
ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદના કારણે ખેતરોમાં મગફળીના પાકને પણ નુકસાન થયું છે, જેના કારણે બજારમાં હાલ નવી મગફળી ઉપલબ્ધ નથી. વેપારીઓએ વધુમાં જણાવ્યું કે મગફળીની આવકમાં વધારો થશે ત્યારે સિંગતેલના ભાવમાં ફરી ઘટાડો થવાની શક્યતા છે.ત્યારે હાલ ગ્રાહકોને સિંગતેલના ભાવમાં વધારાનો બોજ સહન કરવો પડી રહ્યો છે, જોકે વેપારીઓનું માનવું છે કે આ વધારો ટૂંકાગાળાનો છે. આગામી દિવસોમાં પુરવઠો વધશે ત્યારે ફરી ભાવ ઘટી જશે. તેલના વેપારી કિરીટભાઈ શાહે કહ્યું, ‘હાલ તો તેલના ભાવ વધવાનું કારણ એવું છે કે નવી સીઝનની શરૂઆત છે, પરંતુ હજુ સુધી નવા વર્ષની શરૂઆતને હિસાબે યાર્ડસ બંધ હતા. અને એ પછી હાલ છેલ્લા 5-6 દિવસથી સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ માવઠા થયા છે. હાલમાં સારો એવો વરસાદ થયો છે, તો કાચા માલની આવક ઓછી છે. જેને લીધે હાલ સિંગતેલના ભાવ વધી ગયા છે.’
આ પણ વાંચો, http://શિરડી દર્શન કરવા ગયેલાં ગુજરાતી યુવકોને કાળનો ભેટો, અકસ્માતમાં 3ના મોત, 4ને ઈજા



