અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચતા લોકોની તબિયત પર પડી અસર…

ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી તરફ અમદાવાદમાં ફરી ગરમીનો પારો ૪૪ ડિગ્રીએ પહોંચ્યો છે. અમદાવાદ ઉપરાંત રાજકોટમાં ૪૪ ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. કાળઝાળ ગરમીમાં લોકો શેકાયા હતા.
અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચતા લોકોની તબિયત પર પડી રહી છે અસર.. પેટમાં દુખાવો થવો, ઉલટી થવી, ચક્કર આવવા વગેરે રોગોમાં વઘારો થયો છે
અમદાવાદમાં ૪૪ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. ગત રાત્રિએ સરેરાશ લઘુતમ તાપમાન ૨૭.૫ ડિગ્રી હતું. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે અમદાવાદમાં આગામી ૧૮મી સુધી ૪૩ જ્યારે ૧૯-૨૦ મેના ૪૪ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઇ શકે છે. જોકે, હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં ૧૯-૨૦ મેના તાપમાન ૪૫ ડિગ્રી થઇ શકે છે.
હવામાન નિષ્ણાતોના મતે આગામી ૨૫ મે બાદ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઇ શકે છે. જેના પગલે અમદાવાદમાં આગામી ૨૫-૨૬ મેના હળવો વરસાદ પડવાની સંભાવના છે. આજે દિવસ દરમિયાન ગાંધીનગર અને ભાવનગરમાં પણ તાપમાન ૪૧ ડિગ્રીથી વધારે નોંધાયું હતું.



