National

દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 

લોકસાહિત્યકાર દેવાયત ખવડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.  ડાયરા કલાકાર દેવાયત ખવડના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. વેરાવળ ડિસ્ટ્રીક સેસન્સ કોર્ટે  દેવાયત ખવડના જામીન મંજૂર કર્યા છે. આકરી શરતો સાથે લોકસાહિત્યકાર દેવાયત ખવડના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. 

સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશબંધી

કોર્ટે શરતોને આધિન જામીન મંજૂર કર્યા છે. જેમાં સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશબંધી રહેશે. દેવાયત ખવડના એક લાખના બોન્ડ જ્યારે અન્ય 6 આરોપીઓના 25 હજારના બોન્ડ પર જામીન મંજૂર કરવામાં આવ્યા છે.  દર 15  દિવસે તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે. 

ગઈકાલે તાલાલા કોર્ટે દેવાયત ખવડ સહિત 7 આરોપીઓના જામીન  ના મંજૂર કર્યા હતા.  તમામ આરોપીઓને જૂનાગઢ જેલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.  અંતે આજે ડિસ્ટ્રીક સેસન્સ કોર્ટે જામીન મંજૂર કરતાં તમામ આરોપીઓ જેલ મુકત થયા છે.  

17 સપ્ટેમ્બરના રોજ 7 દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેમને અને અન્ય આરોપીઓને તાલાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે પોલીસ રિમાન્ડ લંબાવવાની માંગને નકારી કાઢી હતી અને સાથે જ તેમની જામીન અરજી પણ નામંજૂર કરી હતી. કોર્ટના આદેશ મુજબ, દેવાયત ખવડ (Devayat Khavad bail news) સહિતના તમામ આરોપીઓને હવે જૂનાગઢ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. 

આ કેસમાં, અગાઉ નીચલી કોર્ટે દેવાયત ખવડ સહિતના આરોપીઓને જામીન આપ્યા હતા. જોકે, તાલાલા પોલીસે આ નિર્ણય સામે વાંધો ઉઠાવી વેરાવળ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી. સરકારી વકીલ કેતનસિંહ વાળાએ સરકાર પક્ષે ધારદાર રજૂઆત કરતા, વેરાવળ કોર્ટે નીચલી કોર્ટ દ્વારા અપાયેલા જામીન રદ કરવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો, હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button