‘બીજી વખત નહીં લેવાય NEETની પરીક્ષા’, SCનો મોટો ચુકાદો, CJIએ આ મુદ્દા ટાંક્યા

સુપ્રીમ કોર્ટે NEET પરીક્ષાને લઈને દાખલ કરવામાં આવેલી અરજીઓ પર પોતાનો નિર્ણય આપ્યો છે. NEET પેપર લીક પર ચુકાદો આપતી વખતે CJI ચંદ્રચુડે કહ્યું કે પેપર લીક મોટા પાયે થયું નથી. NTAએ ભવિષ્યમાં કાળજી લેવી જોઈએ. આ પ્રકારની બેદરકારી ટાળવી જોઈએ. અમે NEETની પુનઃપરીક્ષાની માંગને ફગાવી રહ્યા છીએ.
નોંધનિય છે કે, 23 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે NEETની ફરીથી પરીક્ષા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તે આગામી દિવસોમાં આ અંગે વિગતવાર આદેશ આપશે. ચીફ જસ્ટિસની બેંચ સવારે 10.30 વાગ્યે આ નિર્ણય આપશે.
NEET પેપર લીક પર ચુકાદો આપતી વખતે CJI ચંદ્રચુડે કહ્યું કે પેપર લીક મોટા પાયે થયું નથી. NTAએ ભવિષ્યમાં કાળજી લેવી જોઈએ. આ પ્રકારની બેદરકારી ટાળવી જોઈએ. અમે NEETની પુનઃપરીક્ષાની માંગને ફગાવી રહ્યા છીએ.
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટે અંતિમ ચુકાદો આપી દીધો છે. કોર્ટે કહ્યું કે, તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે આ કોઈ સિસ્ટમેટિક ફેલિયર નથી. પેપર લીકની અસર હજારીબાગ અને પટના સુધી મર્યાદિત છે. અમે માળખાકીય ખામીઓ પર ધ્યાન આપ્યું છે. કોર્ટે કહ્યું કે, પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોની ઓળખ સુનિશ્ચિત કરવાની અને પેપર લીક થવાને રોકવા માટે સ્ટોરેજ માટે SOP તૈયાર કરવાની જવાબદારી સરકાર અને NTAની છે.જો સુપ્રીમ કોર્ટના નિર્ણયથી કોઈની ફરિયાદનું નિરાકરણ ન આવે તો તે હાઈકોર્ટમાં જઈ શકે છે. અમારું તારણ એ છે કે પેપર લીક વ્યવસ્થિત નથી. કોર્ટે વધુમાં કહ્યું કે પેપર લીક મોટા પાયે થયું નથી. NTAએ ભવિષ્યમાં કાળજી લેવી જોઈએ. આ પ્રકારની બેદરકારી ટાળવી જોઈએ. અમે NEETની પુનઃપરીક્ષાની માંગને ફગાવી રહ્યા છીએ.