આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ પર કર્યો કટાક્ષ

Oplus_131072

મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે (1 નવેમ્બર) પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન સિદ્ધાંતો અને ટેક્નિકલ શક્તિથી લડાઈ લડી અને પાકિસ્તાનમાં નાગરિકો કે સૈન્ય ઠેકાણાઓને નિશાન નથી બનાવ્યા. ભારતે પાડોશી દેશમાં માત્ર આતંકવાદી ઠેકાણાઓને જ નષ્ટ કર્યા.’ જણાવી દઈએ કે, આર્મી ચીફ પોતાની સ્કૂલ-કોલેજની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે આ નિવેદન આપ્યું હતું.

રીવામાં TRS કોલેજના વિદ્યાર્થીઓને સંબોધતા જનરલ દ્વિવેદીએ કહ્યું હતું કે, ‘દુનિયા ઝડપથી બદલાઈ રહી છે અને આગળના પડકારો અનિશ્ચિતતા અને જટિલતાથી ભરેલા હશે. આવનારા જોખમો અસ્થિરતા, અનિશ્ચિતતા, જટિલતા અને અસ્પષ્ટતાથી ભરેલા છે. આજે આપણે જે પડકારનો સામનો કરી રહ્યા છીએ તે આવતીકાલે વધુ મોટો હશે. પછી ભલે તે સરહદ સુરક્ષા હોય, આતંકવાદ હોય, કુદરતી આફતો હોય કે સાયબર યુદ્ધ હોય – આની સાથે, અવકાશ યુદ્ધ, ઉપગ્રહ હુમલાઓ, રાસાયણિક-જૈવિક જોખમો અને અફવાઓ પણ યુદ્ધનો ભાગ બની ગયા છે.’ આ સંદર્ભમાં તેમણે ટ્રમ્પના બેફામ નિવેદનો પર ટિપ્પણી કરતા કહ્યું, ‘ટ્રમ્પ આજે જે કરી રહ્યા છે, કદાચ ટ્રમ્પ પોતે પણ જાણતા નથી કે તેઓ કાલે શું કરશે.’

તેમણે કહ્યું કે, ‘અમે તે જગ્યાઓ પર હુમલા કર્યા જ્યાં આતંકવાદી હાજર હતા. અમે નિર્દોષ નાગરિકો કે રક્ષા ઠેકાણાઓને નિશાન નથી બનાવ્યા. અમે ઓપરેશન સિંદૂરમાં પોતાના ટાર્ગેટને હાંસલ કર્યું અને પાકિસ્તાનને એ જવાબ આપ્યો કે અમે તેમના જેવા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *