આજે મહિલા વર્લ્ડકપની મેગા ફાઇનલ, જાણો ટાઇમિંગથી લઇને Live ટેલિકાસ્ટ અંગેની જાણકારી

આજે મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઇનલ મેચ રમાવાની છે. ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વર્લ્ડ કપનો ખિતાબ જીતવા માટે આજે 2 નવેમ્બરના રોજ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં એકબીજાની સામસામે ટકરાશે. ચાલો જાણીએ મેચ કેટલા વાગે શરૂ થશે અને તેનું લાઇવ ટેલિકાસ્ટ jio hotstar પર જોવા મળશે.
ટીમ ઇન્ડિયાએ સેમિફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવીને શાનદાર રીતે ફાઇનલમાં એન્ટ્રી કરી છે. જેમિમા રોડ્રિગ્સે 127 રનની શાનદાર અણનમ ઇનિંગ રમી, જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે 89 રન બનાવ્યા. ભારતે 339 રનના ટાર્ગેટને ચેઝ કરીને ઇતિહાસ રચી દીધો.
સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને હરાવીને પહેલી વાર મહિલા વર્લ્ડ કપની ફાઇનલ જગ્યા બનાવી છે. આનો અર્થ એ થયો કે આ વર્ષે વર્લ્ડ કપને એક નવો ચેમ્પિયન મળશે, કારણ કે ભારત કે સાઉથ આફ્રિકા બંનેમાંથી કોઈએ અત્યાર સુધી ટાઇટલ જીત્યું નથી.



