હાથીખાનામાં બનેલા રાયોટીંગના ગુનામાં વધુ ૮ આરોપીઓ ઝડપાયા

વડોદરા હાથીખાના વિસ્તારમાં 80થી 90 લોકોના ટોળાએ ગેરકાયદેસર એક સંપ થઈને હથિયારો સાથે હિંસા ભડકાવી હતી. આ બનાવમાં પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ કરીને આજે વધુ આઠ આરોપીઓને હથિયારો સાથે ધરપકડ કરી હતી.
પોલીસે વિવિધ ગુનાઓમાં ધરપકડ કરી
હાથીખાના વિસ્તારમાં આવેલી સરકારી સુંદરમ પ્રાથમિક શાળા પાસે આરોપીઓ ભેગા થઈ છ ઈસમોએ હાથમાં સળીયા તલવાર લઈ દોડી આવી નારેબાજી કરી બૂમો પાડી પૂર્વાયોજીત કાવતરૂં રચીને સરકારી વાહનોને નુકસાન પહોંચાડવાની સાથે સાથે કર્મચારીઓને નાની મોટી ઈજાઓ પહોંચાડી હતી. જેથી પોલીસે વિવિધ કલમો અનુસાર ગુના નોંધી આરોપીને ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલા આરોપીઓના નામ
આતીફ ઉર્ફે બાબા મોઈનુદ્દીન સૈયદ
મોહમદઅઝર રફીકભાઈ પઠાણ
તનવીર ઈબ્રાહીમ શેખ
તાહીર ઈબ્રાહીમ શેખ
સાજી ઈસ્માઈલ મલેક
સજ્જાદ ઈસ્માઈલ મલેક
સજ્જાદ ઈબ્રાહીમ સોલંકી
મુસ્તાક યાકુબ શેખ
પૂર્વાયોજીત કાવતરૂં હતુઃ ડીસીપી
ડીસીપી ક્રાઈમે જણાવ્યું હતું કે, આ એક પૂર્વાયોજીત કાવતરૂં હતું. પહેલા પકડાયેલા 8 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા છે.CCTV સાથે ચેડાં કરનાર વિરુદ્ધ પણ પોલીસે કાર્યવાહી કરી છે.
ટોળાએ ઉત્પાત મચવા માટે તલવાર સહીતના ઘાતક હથિયારો પણ જરૂર પડે ઉત્પાત મચાવવા માટે કચરાપેટી નજીક સંતાડીને રાખ્યા હોવાનું કબૂલાત થઈ છે. પોલીસે હથિયારો કબ્જે કર્યા છે. અત્યાર સુધી પોલીસે આ ગુનામાં 16 જણાની ધરપકડ કરી છે. જ્યારે ૮૦-૯૦ ના ટોળા ની વિરુદ્ધ માં ગુનો દાખલ કર્યો છે.