Ahmedabad: ગુજરાત હાઇકોર્ટને ફરીવાર બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ-સ્ક્વોડ એલર્ટ

ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ફરીએકવાર ધમકી મળી છે. ત્રણ મહિનામાં ચોથી વખત આ પ્રકારની ધમકી મળી છે. જે ઇમેલ દ્વારા આપવામાં આવી છે. ધમકીને પગલે પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડ દ્વારા હાઇકોર્ટમાં તપાસ હાથ ધરાઈ હતી.
મહત્વનું છેે અગાઉ પણ ત્રણ વખત આવી ધમકીઓ મળી હતી. જે પણ ઇમેલ દ્વારા આપવામાં આવી હતી. ઇમેલમાં ગુજરાત હાઇકોર્ટને બોંબથી ઉડાવી દેવાની ધમકી અપાઇ હતી..જો કે ત્રણેય વખત ધમકી પોકળ સાબિત થઇ હતી. પરંતુ ખુબજ સંવેદનશીલ મામલો હોવાથી આવી ધમકીઓ વખતે કોઇ જ ચાન્સ લેવામાં આવતો નથી.અને દરેક ધમકીને ખુબજ ગંભીરતાથી લઇને તપાસ કરવામાં આવે છે.
અગાઉ ત્રણેય વખત પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડ દ્વારા તપાસ કરાઇ હતી અને કશું જ વાંધાજનક મળી આવ્યું ન હતું.
આ પણ વાંચો, અમદાવાદ ભાવનગર હાઈવે પર કાર અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર, બે વ્યક્તિઓનું ઘટના સ્થળ પર જ મોત