National

સુપ્રીમ કોર્ટનો સમગ્ર વક્ફ કાયદા પર સ્ટે મૂકવાનો ઇનકાર: 3 સભ્ય બિનમુસ્લિમ હશે

સોમવારે સુપ્રીમ કોર્ટે વક્ફ (સુધારા) કાયદાની માન્યતાને પડકારતી અરજીઓ પર વચગાળાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે સમગ્ર કાયદા પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો છે, જોકે તેણે કેટલીક કલમો પર સ્ટે આપ્યો છે.

ચુકાદાના મુખ્ય મુદ્દાઓ

  • બોર્ડના કુલ 11 સભ્યમાંથી 3થી વધુ બિનમુસ્લિમ સભ્યો રહેશે નહીં.
  • રાજ્ય બોર્ડમાં 3થી વધુ બિનમુસ્લિમ સભ્યો રહેશે નહીં.
  • કોર્ટે વકફ સુધારા અધિનિયમ 2025ની જોગવાઈ પર રોક લગાવી દીધી છે, જે મુજબ વકફ બનાવવા માટે વ્યક્તિએ 5 વર્ષ સુધી ઇસ્લામના અનુયાયી હોવા જરૂરી હતું. આ જોગવાઈ ત્યાં સુધી સ્થગિત રહેશે, જ્યાં સુધી રાજ્ય સરકારો કોઈ વ્યક્તિ ઇસ્લામના અનુયાયી છે કે નહીં એ નક્કી કરવા માટે નિયમો ન બનાવે.
  • કોર્ટે વકફ સુધારા કાયદાની જોગવાઈ પર સ્ટે આપ્યો છે, જે સરકાર દ્વારા નિયુક્ત અધિકારીને નક્કી કરવાનો અધિકાર આપે છે કે વકફ મિલકતે સરકારી મિલકત પર અતિક્રમણ કર્યું છે કે નહીં.

સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો કે શક્ય હોય ત્યાં સુધી વકફ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી મુસ્લિમ હોવા જોઈએ, સાથે જ બિનમુસ્લિમોને સીઈઓ તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપતા સુધારા પર રોક લગાવવાનો પણ ઇનકાર કર્યો.

કોર્ટે વકફ સુધારા અધિનિયમ 2025ની જોગવાઈ પર રોક લગાવી દીધી છે, જે મુજબ વકફ બનાવવા માટે વ્યક્તિએ 5 વર્ષ માટે ઇસ્લામના અનુયાયી હોવા જરૂરી હતું. આ જોગવાઈ ત્યાં સુધી સ્થગિત રહેશે, જ્યાં સુધી રાજ્ય સરકારો કોઈ વ્યક્તિ ઇસ્લામના અનુયાયી છે કે નહીં એ નક્કી કરવા માટે નિયમો ન બનાવે.

આ પહેલાં 22 મેના રોજ સતત ત્રણ દિવસની સુનાવણી બાદ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. છેલ્લી સુનાવણીમાં અરજદારોએ કહ્યું હતું કે આ કાયદો મુસ્લિમોના અધિકારો વિરુદ્ધ છે અને વચગાળાના સ્ટેની માગ કરી હતી તેમજ કેન્દ્ર સરકારે કાયદાની તરફેણમાં દલીલો રજૂ કરી હતી.

આ ચર્ચા સરકારની આ દલીલની આસપાસ રહી હતી કે વક્ફ એક ઇસ્લામિક ખ્યાલ છે, પરંતુ એ ધર્મનો આવશ્યક ભાગ નથી, તેથી એ મૂળભૂત અધિકાર નથી.

વકફને ઇસ્લામથી અલગ એ પરોપકારી દાન તરીકે જોવું જોઈએ કે એને ધર્મનો અભિન્ન ભાગ માનવો જોઈએ. એ અંગે અરજદારોના વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે વકફ એ ઈશ્વરને સમર્પણ છે.’ અન્ય ધર્મોથી વિપરીત, વક્ફ એ ઈશ્વર માટે દાન છે.

CJI બીઆર ગવઈએ કહ્યું હતું કે ધાર્મિક દાન ફક્ત ઇસ્લામ પૂરતું મર્યાદિત નથી. હિન્દુ ધર્મમાં પણ ‘મોક્ષ’ની વિભાવના છે. દાન એ અન્ય ધર્મોનો પણ મૂળભૂત સિદ્ધાંત છે. પછી જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ પણ સંમત થયા અને કહ્યું, ‘ખ્રિસ્તી ધર્મમાં પણ સ્વર્ગની ઈચ્છા હોય છે.’

સુપ્રીમ કોર્ટમાં 5 અરજી પર સુનાવણી થઈ

સુપ્રીમ કોર્ટે વક્ફ (સુધારા) કાયદા વિરુદ્ધ ફક્ત 5 મુખ્ય અરજી પર સુનાવણી કરી. આમાં AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીની અરજીનો પણ સમાવેશ થાય છે. CJI બીઆર ગવઈ અને જસ્ટિસ એજી મસીહની બેન્ચે આ કેસની સુનાવણી કરી. કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતા હાજર રહ્યા હતા અને અરજદારો તરફથી કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી અને રાજીવ ધવન હાજર રહ્યા હતા.

આ પણ વાંચો, રેડ ઓફ શોલ્ડર ગાઉનમાં પૂનમ પાંડેએ આપ્યા ગ્લેમરસ પોઝ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button