Gujarat

ગુજરાત-UP સહિત આ 12 રાજ્યોમાં આવતીકાલથી શરૂ થશે SIR, ચૂંટણી પંચનું મોટું એલાન

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, મતદાર યાદીઓના ખાસ સુધારાનો બીજો તબક્કો 12 રાજ્યોમાં શરૂ કરવામાં આવી રહ્યો છે. આ તબક્કામાં મતદાર યાદી અપડેટ કરવી, નવા મતદારોના નામ ઉમેરવા અને ભૂલો સુધારવાનો સમાવેશ થાય છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આજે એક પત્રકાર પરિષદમાં રાષ્ટ્ર વ્યાપી SIR ની જાહેરાત કરી હતી. બેઠક દરમિયાન, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે મતદાર યાદીઓના ખાસ સઘન સુધારાનો બીજો તબક્કો 12 રાજ્યોમાં શરૂ કરવામાં આવી રહ્યો છે. આ તબક્કામાં મતદાર યાદી અપડેટ કરવી, નવા મતદારોના નામ ઉમેરવા અને ભૂલો સુધારવાનો સમાવેશ થશે.

ચૂંટણી કમિશન બીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR હાથ ધરી રહ્યું છે. આ 12 રાજ્યોમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ, ગોવા, પુડુચેરી, છત્તીસગઢ, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, આ કવાયત દરમિયાન, બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) દરેક મતદારના ઘરે ઓછામાં ઓછા ત્રણ વખત મુલાકાત લેશે. જેથી નવા મતદારો યાદીમાં ઉમેરાય અને કોઈપણ ભૂલો સુધારી શકાય. જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, “BLOs ઘરે ઘરે જઈને ફોર્મ-6 અને ઘોષણાપત્રો એકત્રિત કરશે, નવા મતદારોને ફોર્મ ભરવામાં મદદ કરશે અને તેમને ERO (ચૂંટણી નોંધણી અધિકારી) અથવા AERO (સહાયક ERO) ને સોંપશે.”મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે, તાલીમનો બીજો તબક્કો મંગળવારથી શરૂ થશે. તેમણે તમામ મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEOs) અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ (DEOs) ને આગામી બે દિવસમાં રાજકીય પક્ષો સાથે મુલાકાત કરીને SIR પ્રક્રિયા સમજાવવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button