Gujarat

ગુજરાતમાં વડાપ્રધાન મોદીના હસ્તે ડિજિટલ ઈન્ડિયા વીક 2022નો પ્રારંભ..

ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર પહોંચ્યા છે. ત્યાં તેઓ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.ત્યારબાદ તેમણે ઇન્ડિયાસ્ટેક, માય સ્કીમ, ચિપ ટુ સ્ટાર્ટ અપ સહિતના 7 વિવિધ પહેલનું ઉદઘાટન કર્યુ હતું. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આજે જનધન, મોબાઈલ અને આધાર એટલે કે JAM(જેમ)નો ફાયદો ગરીબોને મળ્યો છે. 8-10 વર્ષ પહેલાં બર્થ સર્ટિ., બેંક જ્યાં જુઓ ત્યાં લાઈન લાગતી, હવે બધુ ઓનલાઈન થયું છે, તેથી લાઈનોમાંથી મુક્તિ મળી છે. બધુ હાથમાં આવી ગયું છે. આજે તેઓ ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નો મહાત્મા મંદિર ખાતેથી દેશવ્યાપી શુભારંભ કરાવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિતિ રહ્યા હતા અને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

આજે બપોર બાદ તેઓ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. તેમનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમનો કાફલો ગાંધીનગર રવાના થયો હતો. રાજભવન ખાતે તેમનું સ્વાગત કરાયું હતું.તેમણે જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ 21મી સદીમાં નિરંતર આધુનિક ભારતની જનક લઈને આવ્યો છે. ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ માનવતા માટે કેટલો ક્રાંતિકારી છે. તેને ભારતે ડિજિટલ ઈન્ડિયા દ્વારા વિશ્વ સમક્ષ રાખ્યું છે. મને ખુશી છે કે આઠ વર્ષ પહેલાં શરૂ કરેલું અભિયાન સમયની સાથે વિસ્તરી રહ્યું છે. બદલતાં સમય સાથે જે આધુનિક ટેક્નોલોજીને નથી અપનાવતા સમય તેમને પાછળ છોડીને આગળ નીકળી જાય છે.

પોતાને વિસ્તાર આપી રહ્યું છે. દર વર્ષે ડિજિટલ ઈન્ડિયામાં નવા આયામો પ્રાપ્ત કર્યા છે. આજના કાર્યક્રમમાં નવા પ્લેટફોર્મ લોન્ચ થયા છે. તે ડિજિટલ ઈન્ડિયાને આગળ વધારે છે. આ પ્લેફોર્મનો સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમને લાભ થશે. મિનિમમ ગર્વનમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ ડિજિટલ ઈન્ડિયાના માધ્યમથી દેશમાં નાગરિકોની સુખાકારીમાં વધારો થઈ રહ્યો છે. તેમજ ભારતના અર્થતંત્રને વેગ મળી રહ્યો છે.

ત્રીજી ઔધોગિક ક્રાંતિ ભારત તેનું ભોગ બની ચૂક્યું છે. પરંતુ ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ, ઈન્ડસ્ટ્રી 4.0 માં વિશ્વને દિશા આપી રહ્યું છે.

8-10 વર્ષ પહેલાંની સ્થિતિ યાદ કરો બર્થ સર્ટિફિકેટ લેવા લાઈન, રાશન માટે લાઈન, એડમિશન માટે લાઈન, રિઝલ્ટ અને સર્ટિફિકેટ માટે લાઈન, બેંકમાં લાઈન. આ બધી સમસ્યાનું તેનું સમાધાન ઓનલાઈન થવાથી આવ્યું છે.

DBTના માધ્યમથી વીતેલાં 8 વર્ષમાં રૂ. 23 લાખ કરોડથી વધારે સીધા લાભાર્થીના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા, ટેક્નોલોજીને કારણે લગભગ રૂ. 2 લાખ કરોડ જે કોઈ અન્યના હાથમાં જતાં હતાં તે બચી ગયા

ગામમાં અગણિત સરકારી સેવાઓ ડિજિટલી આપવાથી છેલ્લા 8 વર્ષમાં 4 લાખથી વધારે નવા કોમન સર્વિસ સેન્ટર જોડવામાં આવ્યા છે. આજે ગામના લોકો આ કેન્દ્રો થકી ડિજિટલ ઈન્ડિયાનો લાભ લઈ રહ્યા છે.

છેલ્લા 8 વર્ષમાં ડિજિટલ ઈન્ડિયાને દેશમાં એ સામર્થ્ય આપ્યું કે કોરોના વૈશ્વિક મહામારી સામે લડવામાં ભારતે ખૂબ મદદ કરી છે. જો ડિજિટલ ઈન્ડિયા અભિયાન ન હોત તો 100 વર્ષમાં આવેલા આ સૌથી મોટા સંકટના સમયે આપણે દેશમાં શું કરી શકત?અમે દેશની કરોડો મહિલાઓ, ખેડૂતો, મજૂરોના બેંક ખાતામાં એક ક્લિકથી હજારો કરોડો રૂપિયા પહોંચાડી દીધા છે. વન નેશન વન રાશન કાર્ડની મદદથી અમે 80 કરોડથી વધારે દેશવાસીઓને મફતમાં રાશન સુનિશ્ચિત કર્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button