Ahmedabad

અમદાવાદમાં  આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ તારીખ સુધી નિહાળી શકાશે, જાણો શું રહેશે ટિકિટ દર

અમદાવાદમાં આજથી સાબરમતી રિવરફ્રન્ટ ખાથે  ફ્લાવર શો ખુલ્લો મૂકાશે.  15 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે.  આ વર્ષે ફ્લાવર શોમાં ફ્લાવરથી અનેક પ્રતિકૃતિ બનાવવામા આવી છે. આ તમામ પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બનશે. ખાસ કરીને  સ્ટેચ્યુ ઓફ યુનિટી, નવુ સંસદભવન, ચંદ્રયાન, ઓલિમ્પિક સહિતની થીમ પર બનાવેલ પ્રતિકૃતિ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ બની રહેશે.

ફ્લાવર શોમાં આ વર્ષે સરદાર પટેલની પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદ મહાનગરપાલિકા છેલ્લા 10 વર્ષથી ફલાવર શોનું આયોજન કરે છે. લોકોને આકર્ષવા માટે ફ્લાવર શોમાં દર વર્ષે નવા નવા આકર્ષણો ઉભા કરવામાં આવે છે.

આ ફ્લાવર શો માટે જો ઇસ્ટ સાઇડ ફ્લાવર શોની મુલાકાત લવી હોય તો. કોમ્બો ટિકિટ લેવી પડશે જેના માટે અટલ બ્રીજ અને ફલાવર શોની ટિકિટ લેવી ફરજિયાત રહશે. આ માટે  મુલાકાતીઓએ 80 રૂપિયાની ટિકિટ ખરીદવી પડશે. જો આપ શનિ-રવિ મુલાકાત લેશો તો 105 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે 12 વર્ષથી નાની વયના બાળકોને નિશુલ્ક એન્ટ્રી મળશે. સવારના 9થી રાત્રે 9 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ફ્લાવર શો ખુલ્લો રહેશે.

જો આપ વેસ્ટ સાઇડનો ફ્લાવર શો નિહાળવા ઇચ્છો છો તો માત્ર ફ્લાવર શોની ટિકિટ ખરીદવાની રહેશે જેના માટે સોમથી શુક્રવાર મુલાકાતીઓ 50 રૂપિયા ચુકવવા પડશે પરંતુ શનિ રવિ જાવ છો તો 75 રૂપિયા ચૂકવવા પડશે. 12 વર્ષથી નાની વયના બાળકોને નિશુલ્ક એન્ટ્રી મળશે.                                                                          

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button