કચ્છ-સૌરાષ્ટ્રગુજરાતધર્મભક્તિ

Rajkot: જીવનનગર કા વિઘ્નહર્તા ગણેશ મહોત્સવમાં ભાગીદાર થઈ શ્રધ્ધાળુઓએ ધન્યતા અનુભવી, રૈયા રોડ ઉપર એકમાત્ર આસ્થાનું પ્રતિક કેન્દ્રમાં રહ્યું

ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, જીવનનગર ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્સંગ મંડળના સંયુક્ત ઉપક્રમે જીવનનગર કા વિઘ્નહર્તા ગણેશ મહોત્સવમાં મહાઆરતી, પૂજા-અર્ચનમાં ભાગીદાર થઈ શ્રધ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી. રાજકોટ રૈયા રોડ ઉપર એકમાત્ર આસ્થાનું પ્રતિક કેન્દ્રમાં રહ્યું હતું.

રાજકોટ વોર્ડ નં. ૧૦ ના ભા.જ.૫. ના ઉપપ્રમુખ મેહુલભાઈ નથવાણી, વિનોદરાય ભટ્ટ, કેતનભાઈ મકવાણા, પાર્થ ગોહેલે જીવનનગર કા વિઘ્નહર્તામાં મહાઆરતીમાં ભાગ લીધો હતો. અન્નકુટ દર્શનમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો હતો.

સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડયાએ મહેમાનોનું સ્વાગત કરી માનવતાલક્ષી કાર્યોની વિગત આપી હતી. આગામી નવરાત્રિ મહોત્સવમાં બાળાઓના વિવિધ રાસ-ગરબાની વિગત આપવામાં આવી હતી.

મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસે મહોત્સવમાં અન્નકુટ, મહાઆરતી, દિપમાલા, મહાપ્રસાદ સાથે સેવા કાર્યોની વિગત આપી દાતાઓનો આભાર માન્યો હતો.

મહોત્સવમાં અંકલેશ ગોહિલ, પાર્થ ગોહેલ, વિનુભાઈ ભટ્ટ, વિજયભાઈ જોબનપુત્રા, દિલીપભાઈ ચૌહાણ, કેતન મકવાણા, વિપુલ પંડયા, ભાવેશ બુંદેલા, સંજય ધકાણ, મહિલા મંડળના શોભનાબેન ભાણવડિયા, હર્ષાબેન પંડયા વકીલ, યોગિતાબેન જોબનપુત્રા, ભારતીબેન ગંગદેવ, ભકિતબેન ખખ્ખર, કિર્તિબેન કગથરા, સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, આશાબેન મજેઠીયા, નેહાબેન મહેતા સહિત રહિશોએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો, Vigyan Jatha: રવિવારે ડોમ્બિવલીમાં વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાશે

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button