રાજ્યના આ જિલ્લામાં આજે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે કમોસમી વરસાદે ખેતીના પાકને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશન અને ટ્રફની અસરના ભાગરૂપે શિયાળાના આરંભે ઠંડીના બદલે કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. બેથી બાર ઈંચ સુધી વરસેલા વરસાદથી સૌરાષ્ટ્રના ખેડૂતો પાયમાલ થઇ ગયા છે. ભારે વરસાદથી ઉભી થયેલી પૂરની સ્થિતિમાં ફસાયેલા 170થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે લઇ જવાયા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ કેટલાક જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાત તથા સંઘપ્રદેશમાં છૂટ્ટાછવાયા સ્થળે મધ્યમથી ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદમાં પણ વરસાદની આગાહી છે. અહીં કોઇક વિસ્તારમાં હળવો તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે.
આગામી બે કલાક સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબીનો સમાવેશ થાય છે. તો દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બે કલાક ઉત્તર અને મધ્ય ગુજરાત તથા સંઘપ્રદેશમાં છૂટ્ટાછવાયા સ્થળે મધ્યમથી ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદમાં વરસી શકે છે હળવોથી ભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં હજુ આજે પણ 13 જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ કરવામાં આવ્યું છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. જો કે આજથી તબક્કાવાર વરસાદનું જોર ઘટવાનું હવામાન વિભાગનું અનુમાન છે.



