દક્ષિણ ચીન સાગરમાં તણાવ વધારી રહ્યું છે ડ્રેગનઃ અમેરિકન એરક્રાફ્ટની નજીક આવી ગયું ચીની ફાઈટર જેટ

અમેરિકાની સેનાએ ચીનના ફાઈટર એરક્રાફ્ટને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. અમેરિકન સેન્યએ ગુરૂવારના રોજ કહ્યું હતું કે ગત સપ્તાહના રોજ દક્ષિણ ચીન સાગર પર એક ચીની ફાઈટર જેટ યુએસ એરફોર્સના પ્લેનની 20 ફૂટ નજીક પહોંચી ગયું હતું. બાદમાં ચીનના વિમાને પીછેહઠ કર્યું હતું.
અમેરિકાએ તેને ચીનની વધતી પ્રવૃતિનો કરાર ગણાવ્યો હતો જે હાલનાં દિવસોમાં જોવા મળી રહી છે. અમેરિકન સેનાએ એક નિવેદનમાં કહ્યું હતું કે આ ઘટના 21 ડિસેમ્બરના રોજ બની હતી જ્યારે ચીન નૌકાદળનું જે-11 ફાઈટર એરક્રાફ્ટ યુએસ એરફોર્સના આરસી-135 એરક્રાફ્ટની ખૂબ જ નજીક આવ્યું હતું. બંને વિમાનો વચ્ચે માત્ર 6 મીટરનું અંતર બાકી રહ્યું હતું.
અમેરિકાએ કહ્યું હતું કે યુએસ ઈન્ડો-પેસિફિક જોઈન્ટ ફોર્સ એક મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સમર્પિત છે અને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તમામ જહાજો અને એરક્રાફ્ટની સલામતી માટે યોગ્ય આદર સાથે ઉચ્ચ સમુદ્રો અને આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રમાં ઉડાન, વહાણ અને સંચાલન કરવાનું ચાલું રાખશે.
આવું પહેલીવાર નથી જ્યારે ચીનના વિમાને બીજા દેશના વિમાનનો રસ્તો રોક્યો હોય. અગાઉ ઑસ્ટ્રેલિયાના સંરક્ષણ વિભાગે જૂનમાં કહ્યું હતું કે ચીનના ફાઈટર પ્લેને મે મહિનામાં દક્ષિણ ચીન સાગર ક્ષેત્રમાં ઑસ્ટ્રેલિયન લશ્કરી સર્વેલન્સ પ્લેનને ખતરનાક રીતે અટકાવ્યું હતું. ઑસ્ટ્રેલિયાએ કહ્યું હતું કે ચીની જેટ RAAF એરક્રાક્ટની ખૂબ જ નજીકથી ઉડ્યું હતું.



