2 ઓક્ટોબરે ખાદીનો સામાન જરૂર ખરીદો’, મન કી બાતમાં PM મોદીએ કરી અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન PM મોદીએ કહ્યું, ‘નવરાત્રિના આ સમયમાં આપણે શક્તિની ઉપાસના કરીએ છીએ. આપણે નારી-શક્તિનો ઉત્સવ મનાવીયે છીએ. વેપારથી લઇને રમત સુધી અને શિક્ષણથી લઇને વિજ્ઞાન સુધી આપણે કોઇને કોઇ ક્ષેત્રને લઇ લો દેશની દીકરીઓ દરેક જગ્યાએ પોતાનો પરચમ લહેરાવી રહી છે. આજે તે એવા પડકારને પણ પાર કરે છે જેની કલ્પના પણ મુશ્કેલ છે.’
PM મોદીએ કહ્યું, ‘2 ઓક્ટોબરે ગાંધી જયંતી છે. ગાંધીજીએ હંમેશા સ્વદેશી અપનાવવા પર ભાર મુક્યો અને તેમાં ખાદી સૌથી મુખ્ય હતી. દુર્ભાગ્યથી આઝાદી બાદ ખાદીની રૌનક ફીકી પડતી હતી પરંતુ છેલ્લા 11 વર્ષમાં ખાદી પ્રત્યે દેશના લોકોનું આકર્ષણ ઘણુ વધ્યુ છે. હું તમને આગ્રહ કરૂ છું કે 2 ઓક્ટોબરે કોઇના કોઇ ખાદીનો સામાન જરૂર ખરીદો અને ગર્વથી કહો આ સ્વદેશી છે.’
છઠ્ઠ પૂજાનો પણ PM મોદીએ કર્યો ઉલ્લેખ
મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, છઠ પૂજા એવો એક પાવન પર્વ છે જે દિવાળી બાદ આવે છે, જેમાં આપણે ડૂબતા સૂર્યની પૂજા અને આરાધના કરીએ છીએ. આજે આ એક વૈશ્વિક ઉત્સવ બની રહ્યો છે. ભારત સરકાર છઠ્ઠ મહાપર્વને UNESCOની અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવા પ્રયાસ કરે છે. જ્યારે છઠ્ઠ પૂજા UNESCOની યાદીમાં સામેલ થઇ જશે તો દુનિયાના દરેક ખુણામાં તેની ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કરી શકીશું.’
PM મોદીએ કહ્યું, ‘આજે લતા મંગેશકરની પણ જયંતી છે. ભારતીય સંસ્કૃતિ અને સંગીતમાં રસ રખનારા કોઇ પણ તેમના ગીતોને સાંભળીને અભિભૂત થયા વગર રહી શકતો નથી, તેમના ગીતોમાં તે બધુ છે જે માનવીય સંવેદનાઓને ઝકઝોરે છે, તેમને દેશભક્તિના જે ગીત ગાયા, તે ગીતોએ લોકોને ઘણા પ્રેરિત કર્યા છે. ભારતની સંસ્કૃતિ સાથે પણ તેમનો ઊંડો લગાવ હતો. હું લતા દીદી માટે હદયથી પોતાની શ્રદ્ધાંજલિ આપુ છું.’


