Gujarat

દિલ્હીના CM ગુજરાતના સફાઈ કર્મી સાથે જમશે:છાપરામાં રહેતો સફાઈકર્મીનો પરિવાર ફ્લાઈટમાં દિલ્હી પહોંચ્યો

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ગઇકાલે એક દિવસની અમદાવાદની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. જેમાં તેઓએ યુવાનો અને આઉટસોર્સિંગના કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદ દરમિયાન હર્ષ સોલંકી નામના યુવાને અરવિંદ કેજરીવાલને જેમ રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા હતા તેમ તેના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. અરવિંદ કેજરીવાલને તેના ઘરે જમવા આવવા માટે કહ્યું હતું પરંતુ તે પહેલાં અરવિંદ કેજરીવાલે તેમના ઘરે જમવા મટે આમંત્રણ આપ્યું હતું. તેથી આજે હર્ષ સોલંકી તેના પરિવાર સાથે પ્લેનમાં દિલ્હી પહોંચ્યો છે.

એરપોર્ટ પર તેમને ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ આવકાર્યા હતા. આ દરમિયાન તેમની સાથે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ સાથે હતા. અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવાર સાથે લંચ કરશે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ (હર્ષ સોલંકી ) સફાઈ કર્મચારીને દિલ્હીમાં એમના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું. આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સવારે હર્ષ સોલંકી અને એમના પરિવારને ઘરેથી રિસિવ કરી અમદાવાદ એરપોર્ટ સુધી સાથે મૂકવા જશે. તારીખ 26-9-22ના રોજ હર્ષ સોલંકી એમના પરિવાર સાથે એમના ઘરે થી સવારે 6ઃ00 વાગ્યે નીકળી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો. ત્યાર બાદ દિલ્હી એરપોર્ટથી પંજાબ ભવન જવા નીકળ્યો હતો. ત્યાર બાદ સ્કૂલ વિઝીટ કરશે. આ સ્કૂલ વિઝિટ બાદ પરિવાર સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એમના પરિવાર સાથે ભોજન લેશે. ભોજન બાદ મોહલ્લા ક્લિનિકની મુલાકાત કરશે. હર્ષ સોલંકી દિલ્હી એરપોર્ટ પર થી સાંજે 8ઃ20 વાગ્યે પહોંચી સાંજે 9ઃ30 વાગે અમદાવાદ એરપોર્ટ પર પરત ફરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button