ગુજરાત રાજ્યમાં સુરત, ભાવનગર, રાજકોટ, જામનગર કોર્પોરેશને મળ્યા નવા મેયર… જાણો અહીં

ગુજરાત રાજ્યમાં સુરત શહેરના નવા હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, દક્ષેશભાઈ માવાણી સુરત શહેરના નવા મેયર બન્યા હતા. તે સિવાય નરેશભાઇ પાટીલ નવા ડેપ્યુટી મેયર બન્યા હતા. ઉપરાંત સુરત મનપામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈ બન્યા હતા.શશીબેન ત્રિપાઠી સુરત મનપામાં શાસક પક્ષના નેતા બન્યા હતા. તે સિવાય ધર્મેશભાઇ વાણિયાવાળા સુરત મનપામાં દંડક બન્યા હતા.
સુરત બાદ રાજકોટ શહેરના નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવી હતી. નયનાબેન પેઢડીયા રાજકોટ શહેરના નવા મેયર બન્યા હતા. તે સિવાય નરેન્દ્રસિંહ જાડેજા રાજકોટ શહેરના નવા ડેપ્યુટી મેયર બન્યા હતા. તે સિવાય મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરના નામની જાહેરાત કરાઇ હતી. લીલુ જાદવ રાજકોટ મનપામાં શાસક પક્ષના નેતા બન્યા હતા.
ઉપરાંત ભરતભાઈ બારડ ભાવનગર શહેરના નવા મેયર બન્યા હતા. તે સિવાય મોનાબેન પારેખને ભાવનગર શહેરના નવા ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા હતા. ભાવનગર મનપામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજુભાઈની વરણી કરવામાં આવી હતી. તે સિવાય કિશોરભાઈ ભાવનગર મનપામાં શાસક પક્ષના નેતા બન્યા હતા.
ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદેદારોની ટર્મ પૂર્ણ થતા આગામી અઢી વર્ષની ટર્મ માટે નવા હોદેદારોના નામની જાહેરાત થઇ છે. જેમાં ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડ અને ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખના નામ પર મહોર લાગી છે. તો જામનગરના નવા મેયર તરીકે વિનોદ ખીમસુરીયા અને ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાના નામની જાહેરાત થઇ છે. આ ઉપરાંત બંને શહેરોમાં સ્ટેન્ડિંગ કમિટીના 12-12 સભ્યો અને ચેરમેનના નામની જાહેરાત કરાઇ છે.