Gujarat

મેડિકલ કમિશને દેશની મેડિકલ કોલેજોની અંતિમ યાદી કરી જાહેર, જાણો ગુજરાતને કેટલી નવી કોલેજોની મળી મંજૂરી

નેશનલ મેડિકલ કમિશન દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં આવેલી સરકારી અર્ધ સરકારી, ખાનગી અને એઈમ્સ સહિતની મેડિકલ કોલેજોની 2025-26ના વર્ષની ફાઈનલ બેઠકો જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ ગુજરાતમાં આ વર્ષે સંભવિત 4માંથી 2 નવી મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવી છે. જેમાં અમદાવાદના નરોડામાં ઈએસઆઈસીની સરકારી કોલેજને 50 બેઠકોની મંજૂરી આપવામાં આવી છે.

 રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં  આટકોટ ખાતે એક નવી ખાનગી કોલેજને 150 બેઠકોની મંજૂરી આપવામાં આવી છે. વડોદરામની પારૂલ યુનિને 50 બેઠકોનો વધારો આપવામાં આવ્યો છે. જોકે બીજી બાજુ 250 બેઠકો ઘટી પણ છે. સ્વામિનારાયણ યુનિની તમામ 150 બેઠકો કાપી દેવામાં આવી છે. અને આ વર્ષે પ્રવેશ પ્રતિબંધ કરવામાં આવ્યો છે. સુરત અને અમરેલીની બે ખાનગી કોલેજોમાં 50-50 બેઠકો કમિશન દ્વારા કાપી નાખવામાં આવી છે. મહત્તવનું છે કે આમ ગુજરાતમાં 250 બેઠકો વધવાની સામે 250 બેઠકો ઘટી પણ છે, ત્યારે વિદ્યાર્થીઓને કોઈ મોટો ફાયદો થયો નથી. ઉલટાનું સરકારી ધોરણે ચાલતી સેલવાસની મેડિકલ કોલેજની બેઠક પણ ગુજરાતના ક્વોટામાંથી કપાઈ છે. 

કેન્દ્રશાસિત પ્રદેશ હેઠળની આ કોલેજોની બેઠકોમાંથી 8 બેઠકો ગુજરાતના વિદ્યાર્થીઓને ફાળે રાજ્યની પ્રવેશ સમિતિને ભરવા અપાતી હતી. જે આ વર્ષથી બંધ કરાઈ છે. રાજ્યમાં કુલ મળીને 42 સ્ટેટ લેવલની કોલેજો અને એક એઈમ્સ સાથે કુલ 43 મેડિકલ કોલેજો થઈ છે. જેમાં સંપૂર્ણ સરકારી માત્ર 6 અને GMIRS હેઠળની 13 તેમજ બાકીની ખાનગી કોલેજો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button