અમદાવાદ સિવિલના સુપ્રિટેન્ડન્ટનું મોટું નિવેદન, કહ્યું કે જો રિપોર્ટ નેગેટિવે હશે તો…

અમદાવાદમાં કોરોના મહામારીનું ભયંકર સ્વરૂપ સામે આવ્યા બાદ પોઝિટિવ કેસમાં થોડો ઘટાડો થયો હતો અને ગત કેટલાક દિવસથી અમદાવાદ શહેરમાં 170થી ઓછા કેસો આવી રહ્યા છે ત્યારે અમદાવાદ સિવિલના સુપ્રિટેન્ડન્ટ ડો.જે.પી.મોદીએ એન્ટીજન ટેસ્ટ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં ડો.જે.પી.મોદીએ કહ્યું છે કે, કોરોનાનો રિપોર્ટ નેગેટીવ હોવા છતા લક્ષણો હોય તો RTPCR જરૂરી છે.
રોજના રાજ્યમાં રેપિડ એન્ટીજન ટેસ્ટ હજારો કરવામાં આવે છે.પરંતુ તેમાં ગણા રિપોર્ટ ખોટા પણ હોઈ શકે છે. નિષ્ણાત ડોક્ટર દ્વારા પણ કબૂલાત કરવામાં આવી છે કે, 50 ટકા દર્દીઓના રિપોર્ટમા વિરોધાભાસ આવે છે. ત્યારે ખાનગી ડોકટર બાદ સરકારી ડોકટર પણ સામે આવ્યા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડૉ.જે.પી.મોદી એ નિવેદન આપ્યું છે કે, રેપીડ એન્ટીજન ટેસ્ટએ સ્કીનિંગ માટે ટેસ્ટ છે. તે નેગેટિવ હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ નેગેટિવ હોય તેમ છતાં લક્ષણો હોય તો RTPCR ટેસ્ટ કરાવવો જરૂરી છે. આ ટેસ્ટ કોમ્યુનિટી સ્કીનીંગ માટે હોય છે.
રેપિડ ટેસ્ટમાં કોરોના ટેસ્ટ માટેના ચાર સ્ટેજને બાયપાસ કરીને કરવામાં આવે છે. જ્યારે આરટીપીસીઆરમાં ચાર સ્ટેજમાં કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ તેની તપાસ થાય છે. આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં લિમિટ નડે છે પરંતુ રેપિડ ટેસ્ટમાં લિમિટ નડતી નથી.



