Ahmedabad

અમદાવાદમાં નવરાત્રિ માટે તંત્રનો મહત્ત્વનો નિર્ણય, S.G. હાઈવે પર રાતે 2 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ

અમદાવાદ સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક) એન.એન. ચૌધરીએ જણાવ્યું કે, સામાન્ય રીતે ભારે વાહનોને એસ.જી હાઇવે પર રાત્રે 11 વાગ્યા સુધી પ્રવેશવા પર પ્રતિબંધ હોય છે, પરંતુ નવરાત્રિ દરમિયાન આ પ્રતિબંધ રાતના 2 વાગ્યા સુધી લંબાવવામાં આવશે. 

અમદાવાદમાં નવરાત્રિ વખતે ભારે ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. એવામાં આ દરમિયાન વાહન વ્યવહાર ખોરવાય નહીં અને અકસ્માતના બનાવોને ટાળી શકાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રમાણે,  નવરાત્રિ દરમિયાન રાતના 2 વાગ્યા સુધી શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે. નોંધનીય છે કે, એસ.જી હાઇવે પર ત્રણ ક્લબ, 10થી વધુ પાર્ટી પ્લોટ અને અનેક ફાર્મહાઉસમાં ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં ભીડ એકઠી થાય છે. આમ, વાહન ચાલકોને ટ્રાફિકનો સામનો ના કરવો પડે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, કર્ણાવતી ક્લબ ચાર રસ્તા અને ઝાયડસ હોસ્પિટલના ચાર રસ્તાની વચ્ચે 5.5 કિલોમીટરના વિસ્તારમાં નવરાત્રિ વખતે ભારે ટ્રાફિક સર્જાય છે. કર્ણાવતી ક્લબથી સરખેજ જતા રસ્તા પર ફ્લાય ઓવર નિર્માણ ચાલી રહ્યું છે. જેના કારણે રસ્તા એક ભાગ બંધ છે. આ સાથે જ બીજી બાજુ ખોદાકામ ચાલુ છે, જેથી ટ્રાફિક જામ થવાની સંભાવના વધી ગઈ છે. આ સ્થિતિ પર કાબુ મેળવવા માટે બે ડીસીપી, બે એસપી, સાત પીએસઆઇ અને 500 પોલીસકર્મીને ટ્રાફિક નિયંત્રમ માટે આ રસ્તા પર તહેનાત કરવામાં આવશે. 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button