Health

શું તમને પણ જમ્યા બાદ આવે છે અતિશય ‘ખાટા ઓડકાર’, તો કરો આ વસ્તુનું સેવન

ઘણા લોકોને ભોજન કર્યા બાદ તરત જ ખાટા ઓડકાર આવે અને છાતીમાં બળતરા થાય ત્યારે પેટમાં ગેસ ભરાતો હોય છે. આવું ત્યારે થાય છે જ્યારે જઠરની અંદર રહેલું એસિડ અને ખોરાક જઠરમાંથી અન્નનળી તરફ ધકેલાય છે. જેમને વારંવાર આવી તકલીફ થતી હોય એમણે આ તકલીફમાંથી છૂટકારો મેળવવા કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. તો જાણો એસિડિટીના ખાટા ઓડકારથી બચવા શું કરવું ?

ન કરવું જોઇએ આ કામ

– ખોરાક સાથે પાણી ઓછું પીવું અથવા શક્ય હોય તો ન પીવું.
– ચોકલેટ, પીપરમિંટ, અન્ય મિંટવાળી વસ્તુઓ, સોડા વગેરે ન લેવા કારણકે એનાથી અન્નનળી અને જઠર વચ્ચેને નુકસાન થઈ શકે છે. જેના કારણે એસિડિટીની સમસ્યા થઈ શકે છે.
– જે વસ્તુ ખાવાથી તકલીફ વધતી હોય તે વસ્તુ ખાવાનું ટાળો. જુદી-જુદી વ્યક્તિ માટે જુદી-જુદી વસ્તુ નુકસાન કરતી હોય એવું બને છે.
– ખાઇને તરત સૂવુ નહીં. સૂતી વખતે પલંગના માથા તરફનો ભાગ છ ઇંચ ઊંચો રહે એમ સૂવું.
– વધુ ચરબીવાળા ખોરાક (તેલ-ઘીમાં તળેલાં ફરસાણ, ઘી-માવાની મીઠાઇઓ, મોણવાળી વસ્તુઓ વગેરે) લેવાનું ટાળો..

દહીં

દહીં પેટમાં કુદરતી રીતે રહેલા ગટ બેક્ટેરિયાના સંતુલનને જાળવી રાખે છે. આ બેક્ટેરિયાને અસંતુલિત થવાના કારણથી પેટમાં ગેસ અને ઓડકાર જેવી સમસ્યાઓ વ્યક્તિને પરેશાન કરવા લાગે છે. એવામાં દહીંનો આ નુસખો તમેન તરત જ રાહત આપી શકે છે. તેનાથી બચવા માટે રોજ તમારા ભોજનમાં દહીંને સામેલ કરવું જોઇએ. તે સિવાય તમે છાશને પણ ભોજનમાં સામેલ કરી શકો છો.

ઇલાયચી

ઇલાયચી ખાવાથી પેટમાં ડાયજેસ્ટિવ જ્યૂસ જલદી બને છે. જેના કારણથી પેટમાં ગેસ ઓછો થાય છે. તે સિવાય પેટ પણ ઓછુ ફુલે છે. પેટનો ગેસ અને ઓડકારથી રાહત મેળવવા માટે દિવસમાં 3 વખત ઇલાયચીનું સેવન કરો.

વરિયાળી

વરિયાળી ખાવાથી ફણ પેટની ગેસ અને ઓડકારમાં રાહત મળે છે. વરિયાળી પાચન તંત્રને રાહત આપવાની સાથે સાથે પેટ ફુલવુ , ગળામાં જ્વલન થવી જેવી સમસ્યાઓથી રાહત અપાવે છે. ભોજન કર્યા બાદ અડધી ચમચી શેકેલી વરિયાળી ચાવવાથી વારંવાર આવી રહેલા ઓડકારથી રાહત મળી શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button