Business

આર્થિક સંકટથી જજૂમી રહેલ યસ બેન્કને લઇને મટા સમાચાર, તમામ બેન્કિંગ સેવાઓ થશે શરૂ

આર્થિક સંકટથી જજૂમી રહેલ યસ બેન્ક (Yes Bank)ને પાટા પર લાવવા માટે લાગૂ થયેલા નવા પ્લાન બાદ યસ બેન્ક ખાતાધારકો માટે એક રાહતભરી ખબર છે. બેન્કે આજે એટલે કે સોમવારે ટ્વીટ કરીને એ વાતની જાણકારી આપી છે કે, ખાતાધારકો પરથી બેન્કે તમામ પ્રતિબંધ હટાવી લીધા છે. એટલે કે 18 માર્ચ સાંજે 6 વાગ્યા બાદ ગ્રાહક પોતાના ખાતાથી સામાન્ય લેવડદેવડ કરી શક્શે. ખાતાધારકો બેન્કની તમામ 1,132 શાખાઓથી લેવડદેવડ કરી શક્શે. તમને જણાવી દઇએ કે, 5 માર્ચ 2020ના રોજ સાંજે 6 વાગ્યાથી આરબીઆઇ દ્વારા યસ બેન્ક ડિપોઝીટર્સની વિડ્રોલ લિમિટ 50,000 રૂપિયા નક્કી કરી હતી. આ પછીથી જ યસ બેન્કનો કોઇ ખાતાધારક કોઇ પણ માધ્યમથી પૈસા ટ્રાંસફર કરી શક્તો ન હતો અને ન તો એટીએમથી કેશ નિકાળી શક્તો હતો.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, યસ બેન્કમાં ભારતીય સ્ટેટ બેન્ક 49 ટકા હિસ્સો ખરીદશે. એસબીઆઇ ત્રણ વર્ષ સુધી પોતાની સ્ટેકને 26 ટકાથી ઓછી કરી શક્શે નહી. આ સિવાય પ્રાઇવેટ બેન્ક પણ તેમા રોકાણ કરશે. પ્રાઇવેટ બેન્કો માટે પણ લોકઇન પીરિયડ 3 વર્ષ સુધીનો જ રહેશે, પરંતુ તેમના માટે સ્ટેકની લિમિટ 75 ટકા સુધી છે.

યસ બેન્કે ડિસેમ્બર 2019માં પૂર્ણ થયેલ ત્રિમાસિકમાં તેને 18,564 કરોડ રૂપિયાનું નુક્સાન થયાનું શનિવારે જાણકારી આપી હતી. ખાનગી ક્ષેત્રની આ બેન્કનું સંચાલન હાલમાં ભારતીય રિઝર્વ બેન્કના આદેશ પર પ્રશાંત કુમાર કરી રહ્યા છે. બેન્કે ગત વર્ષે આ અવધિમાં જ 1,000 કરોડ રૂપિયાનો લાભ નોંધાવ્યો હતો. અને ડિસેમ્બરમાં સમાપ્ત થયેલ ત્રિમાસિકમાં 629 કરોડનું નુક્સાન થયુ હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button