‘હું ઈમાનદારીથી કમાવવાનું જાણું છું, હું કોઈ દલાલ નથી’, નીતિન ગડકરીનું ચોંકાવનારું નિવેદન

ઇથેનોલ અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેમના ટીકાકારો પર કટાક્ષ કર્યો. ગડકરીએ કહ્યું કે મારું મગજ દર મહિને 200 કરોડ કમાઈ શકે તેવું છે પણ નાણાકીય લાભ માટે હું ગમે તે સ્તરે નથી જવાનો. ગડકરીએ આ ટિપ્પણી ઇથેનોલ પર ચાલી રહેલી ચર્ચાની પૃષ્ઠભૂમિમાં કરી હતી.
કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે મારી પહેલ અને પ્રયોગો વિચારો દ્વારા સંચાલિત છે અને તેનો હેતુ ખેડૂતોને લાભ આપવાનો છે, વ્યક્તિગત નાણાકીય લાભ માટે નહીં. નાગપુરમાં એગ્રીકોસ વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા ગડકરીએ કહ્યું, “શું તમને લાગે છે કે હું આ બધું પૈસા માટે કરી રહ્યો છું? હું ઈમાનદારીથી કમાવવાનું જાણું છું, હું કોઈ દલાલ નથી”.
ગડકરીએ કહ્યું કે રાજકારણીઓ ઘણીવાર પોતાના ફાયદા માટે વિભાજનનો ઉપયોગ કરે છે. તેમણે ચેતવણી આપી હતી કે પછાતપણું એક રાજકીય હથિયાર બની ગયું છે. ગડકરીએ કહ્યું કે મારો પણ એક પરિવાર અને ઘર છે. હું કોઈ સંત નથી, હું એક રાજકારણી છું. પરંતુ હું હંમેશા માનતો આવ્યો છું કે વિદર્ભમાં લગભગ 10,000 ખેડૂતોની આત્મહત્યા અત્યંત શરમજનક છે. ખેડૂતો સમૃદ્ધ થાય ત્યાં સુધી અમારા પ્રયાસો ચાલુ રહેશે.
આ પણ વાંચો, લખનૌ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઇન્ડિગોનું વિમાન ટેકઓફ જ ના કરી શક્યું