સડસડાટ ઘટશે તમારું વજન, પીઓ આ એક પાણી

કોથમીરને ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેનું સેવન કેટલીય બીમારીઓથી બચાવાની સાથે જ તમને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે. કોથમીરનું પાણી પણ ખૂબ જ ઉપયોગી છે. ખાસકરીને થાઇરોઇડ અને વજન ઓછું કરવામાં તો આ રામબાણ ઇલાજની જેમ માનવામાં આવે છે. જાણો, સવારે ખાલી કોથમીરનું પાણી પીવાથી કયા ફાયદા થઇ શકે છે
કોથમીરનું પાણી પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આ પાચન અગ્નિને કંટ્રોલ કરીને પેટમાં એસિડિટીના સ્તરને વધતાં અટકાવે છે જેનાથી પેટમાં દુખાવો, બળતરા, ગેસ વગેરે જેવી પાચન સાથે સંકળાયેલી સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળે છે.
કોથમીરનું પાણી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. હકીકતમાં, કોથમીરનાં પાણીમાં એક એવું તત્ત્વ મળી આવે છે જે મેટાબૉલિઝ્મની પ્રક્રિયાને સક્રિય કરે છે. તેનાથી શરીરમાં જમા થયેલ ચરબીને દૂર કરવામાં મદદ મળે છે જેનાથી તમારું વજન ઘટવા લાગે છે.
થાઇરોઇડનો ઘટાડો અથવા વધારો બંને પ્રકારની સમસ્યાઓમાં કોથમીરનું પાણી ફાયદાકારક માનવામાં આવે છે. હકીકતમાં કોથમીરમાં કેટલાય પ્રકારનું ખનિજ અને વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે, જે થાઇરોઇડ હૉર્મોનને નિયમિત કરવામાં મદદ કરે છે.
કોથમીરના પાણીને બ્લડ શુગરને ઓછું કરવામાં અસરકારક માનવામાં આવે છે. જો કે, જેમનું બ્લડ શુગર લેવલ પહેલાથી જ ઓછું હોય તેમણે તેનું સેવન કરવાથી ટાળવું જોઇએ, કારણ કે તેનાથી તેમનું બ્લડ શુગરનું સ્તર વધારે ઓછું થવાનું જોખમ થઇ શકે છે.
કોથમીરનું પાણી ઝેરી પદાર્થોને શરીરમાંથી બહાર કાઢીને શરીરને અંદરથી સાફ કરવામાં મદદ કરે છે. એટલા માટે તેને ‘ડીટૉક્સ વૉટર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આ લિવરને પણ સાફ કરવામાં મદદ કરે છે.
કોથમીરનું પાણી બનાવવાની રીત
એક ચમચી કોથમીરના બીજને એક કપ પાણીમાં નાંખો અને તેને આખી રાત માટે રહેવા દો. બીજા દિવસે સવારે પાણીમાંથી બીજ કાઢી લો અને પાણીને ગાળી લો. ત્યારબાદ તે પાણીનું સવારે ખાલી પેટ સેવન કરો. આ ઉપરાંત તમે કોથમીરનાં પાંદડાની મદદથી પણ પાણી બનાવી શકો છો. એટલા માટે કોથમીરના પાંદડાંને એક ગ્લાસ પાણીમાં નાંખીને તેને આખી રાત માટે રહેવા દો. બીજા દિવસે સવારે પાણીમાંથી કોથમીરના પાંદડા ગાળી લો અને તે પાણીમાં લીંબૂના ટીપાં મિક્સ કરીને તેનું સેવન કરો. પરંતુ કોઇ પણ વસ્તુનું સેવન કરતાં પહેલાં ડૉક્ટર અથવા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.



