Gujarat
ગુજરાતી ફિલ્મ અભિનેતા રાકેશ પુજારાની કેન્દ્રીય ફિલ્મ બોર્ડમાં સલાહકાર સભ્ય તરીકે નિમણુક

ગુજરાતી ફિલ્મોમાં લોકપ્રિય અભિનેતા તેમજ ગુજરાતી ટીવી
સીરીયલોમાં પણ પોતાના અભિનય દ્વારા એક નવો ચીલો પાથરનાર તેમજ ભારતના વડાપ્રધા નરેન્દ્ર મોદીની માનસ યોજના એવી સ્વચ્છ ભારત અભિયાનના બ્રાન્ડ
એમ્બેસેડર એવા શ્રી રાકેશ પુજારાની કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડના સલાહકાર સમિતિમાં નિમણુંક
કરવામાં આવતા તેમના ચાહકોમાં ખુબ જ હર્ષની લાગણી ઉભી થવા પામી છે અને સમસ્ત લોહાણા સમાજનું ગૌરવ વધાર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તેઓએ
ફિલ્મોમાં એક ચરિત્ર અભિનેતા તરીકે પોતાની એક અલગ જ છાપ ઉભી કરી છે. આ ઉપરાંત કોરોનાની મહામારી દરમિયાન તેમણે જયાં જયાં જરૂર પડી ત્યાં સેવાકાર્યો દ્વારા અનોખી સુવાસ અભિનંદન અને ઉત્તરોત્તર વધુને વધુ ફેલાવી છે.



