મતદારોને સરળતા રહે એ માટે ઉમેદવારના રંગીન ફોટા અને મોટા અક્ષરમાં નામ લખાશે; ચૂંટણીપંચની નવી ગાઇડલાઇન

EVM મતપત્રોમાં હવે ઉમેદવારોના કલરિંગ ફોટોગ્રાફ્સ હશે. ઉમેદવારોના નંબર અને ફોન્ટનું કદ પણ મોટું હશે, જેનાથી મતદારો માટે એને વાંચવા અને જોવામાં સરળતા રહેશે.
સમાચાર એજન્સી ANI અનુસાર, ચૂંટણીપંચ (ECI) બિહાર વિધાનસભા ચૂંટણીઓથી આ પ્રક્રિયા શરૂ કરશે. ECએ આ હેતુ માટે માર્ગદર્શિકા જારી કરી છે.
ચૂંટણીપંચે જણાવ્યું હતું કે આ પહેલ મતદારોની સુવિધા અને ચૂંટણીપ્રક્રિયામાં સુધારો કરવા માટે છેલ્લા છ મહિનામાં અમલમાં મૂકવામાં આવેલા 28 સુધારાનો એક ભાગ છે.
ઉમેદવાર/NOTA સિરિયલ નંબરો ભારતીય અંકોમાં આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં છાપવામાં આવશે (એટલે કે 1, 2, 3…). સ્પષ્ટતા માટે ફોન્ટ સાઈઝ 30 અને બોલ્ડ.
EVM બેલેટ પેપરમાં ફોન્ટ સાઇઝ 30 અને બોલ્ડ રાખવામાં આવશે
ચૂંટણીપંચના નિવેદન મુજબ, EVM મતપત્રો 70 GSM કાગળ પર છાપવામાં આવશે. વિધાનસભા ચૂંટણી માટે ખાસ RGB મૂલ્યવાળા ગુલાબી રંગના કાગળનો ઉપયોગ કરવામાં આવશે. બધા ઉમેદવારો/NOTAના નામ સમાન ફોન્ટ પ્રકાર અને ફોન્ટ કદમાં મોટા અક્ષરોમાં સરળતાથી વાંચી શકાય એ માટે છાપવામાં આવશે.