વાવાઝોડુ મોંથા ઝડપથી વધી રહ્યું છે આગળ, આ રાજ્યોમાં એલર્ટ જાહેર

રવિવારે બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર એરિયા વધુ તીવ્ર બનીને વધુ ગંભીર લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયું. તે ધીમે ધીમે પૂર્વ કિનારા તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે ઓડિશા સરકારે તમામ 30 જિલ્લાઓને એલર્ટ પર રાખ્યા છે. પશ્ચિમ બંગાળ વાવાઝોડાથી પ્રભાવિત થશે. દરમિયાન, આંધ્રપ્રદેશ સરકારે ચક્રવાત મોંથા આગમનની અપેક્ષાએ રાહત અને આવશ્યક પુરવઠા માટે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. સેનાની ટીમો પણ એલર્ટ પર છે.
જાણો આ વાવાઝોડું ક્યારે ત્રાટકશે
ભારત હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે, આ વાવાઝોડું મંગળવાર (28 ઓક્ટોબર) ની સાંજે અથવા રાત્રે કાકીનાડાની આસપાસ, મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે, જેમાં મહત્તમ 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 28 અને 29 ઓક્ટોબરે ઓડિશામાં ખૂબ જ ભારેથી અત્યંત ભારે વરસાદ પડશે.
રેડ અને ઓરેંજ એલર્ટ જાહેર
IMD આઇએમડીએ ઓડિશાના અનેક દક્ષિણ અને દરિયાકાંઠાના જિલ્લાઓ માટે રેડ એલર્ટ, ઓરેંજ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેટલાક સ્થળોએ 20 સેન્ટિમીટરથી વધુ વરસાદ પડવાની આગાહી છે. ઓડિશાના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ 30 જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે, અને કર્મચારીઓ અને મશીનરી બચાવ અને રાહત કામગીરી માટે તૈયાર છે.



