અમદાવાદમાં એક જ દિવસમાં હિટ એન્ડ રનની 3 ઘટના રોડ ક્રોસ કરતી એક વ્યક્તિ સહિત 2 મોત

શહેરના જુદા જુદા વિસ્તારમાં એક જ દિવસે હિટ એન્ડ રનની ત્રણ ઘટના બની હતી. જેમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાં જ્યારે બે ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચાંદખેડા, ગોતા અને કુબેરનગરમાં બનેલી આ ઘટનાઓમાં પોલીસે ગુનો નોંધી વાહન ચાલકોની શોધખોળ હાથ ધરી છે.
ચાંદખેડામાં રહેતા મુકેશગિરી શનિવારે રાત્રે એક્ટિવા લઈને નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે એસજી હાઈવે દેવનગર પાટિયા ગોતા નજીક આઈસર ચાલકે ટક્કર મારતા મુકેશગિરીને ગંભીર ઈજા પહોંચી હતી, જોકે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
સતાધારમાં સિમેન્ટ મિક્સર ટ્રકની અડફેટે એકનું મોત
ગોતામાં રહેતા સોનુ તેના મિત્ર સૌરભ સાથે શનિવારે સાંજે બાઈક લઈને સોલા ઓવરબ્રિજથી સતાધાર ચાર રસ્તા તરફ જઈ રહ્યો હતો, ત્યારે મમતા કોમ્પલેક્ષ પાસે સિમેન્ટ મીક્ષર ટ્રકે બાઈકને ટક્કર મારી હતી. જેમાં સૌરભનું મોત થયું હતું જ્યારે સોનુને ઈજા પહોંચી હતી.