PM મોદીના જન્મદિને રક્તદાનનો મહાયજ્ઞ : 75 દેશોમાં 7500 બ્લડ કેમ્પ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય આયોજન

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસે અમદાવાદના આંગણે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાવાનો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સૌથી મોટો મેગા રક્તદાન કેમ્પ યોજાશે. જેમાં 17 સપ્ટેમ્બરે 75 થી વધુ દેશમાં 7500 થી વધુ કેમ્પ એકસાથે યોજાશે. 17 સપ્ટેમ્બરે 75 થી વધુ દેશમાં 7500 થી વધુ કેમ્પ એકસાથે યોજાશે.
આ વિશે માહિતી આપતા કાર્યક્રમના આયોજક મુકેશ ગુગલીયાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિવસ નિમિત્તે વિશ્વનો સૌથી મોટો રક્તદાન કેમ્પ યોજાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે Mega Blood Donation Drive – રક્તદાન અમૃત મહોત્સવ 2.0 નું આયોજન કરાયું છે. અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા આ આયોજન કરાશે. અખિલ ભારતીય તેરાપંથના 62 વર્ષ પૂર્ણ થતાં અને 62માં વર્ષમાં પ્રવેશ અને એ જ દિવસે પ્રધાનમંત્રીનો જન્મ દિવસનો સમન્વય જેની ભવ્ય ઉજવણી કરાશે. કાર્યક્રમમમાં 50 થી વધુ સંસ્થાઓ જોડાશે.
તો અન્ય આયોજક રાજેશ સુરાણાએ કહ્યું કે, પીએમ મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે 75 થી વધુ દેશમાં 7500 થી વધુ કેમ્પ એકસાથે યોજાશે. તમામ કેમ્પનું પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર કેમ્પમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રી હાજર રહેશે. આ દિવસે 3 લાખ યુનિટ કલેક્ટ થાય તેવો લક્ષ્યાંક છે.
કાર્યક્રમની માહિતી
- 75 દેશોમાં બ્લડ ડોનેશન કાર્યક્રમ
- 7500 થી વધુ કેમ્પ
- 75 હજાર યુવાનો
- 4 હજાર બ્લડ બેંક
- 5 હજાર ડોક્ટર
- 2500 ટેક્નિશિયન
- 1 લાખ સ્વયંસેવક
- 3 લાખ રક્તદાતા જોડાશે
75 દેશોમાં યોજાશે કેમ્પ
આ મેગા રક્તદામ કેમ્પ 75 દેશોમાં યોજાશે. જેમાં નેપાળ, શ્રીલંકા, દુબઈ, ઓસ્ટ્રેલિયા, યુકે સહિતના દેશમાં કેમ્પ યોજાશે. કેમ્પમાં ભાગ લેવા લોકોએ https://amd.abtypmbdf.org/mbdd/register પર નોંધણી કરવાની રહેશે. કેમ્પ યોજનાર સંસ્થા 2014 માં સૌથી મોટા રક્તદાન માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચૂકી છે. 2020 કોરોના સમયે 3 હજારથી વધુ પ્લાઝમા એકત્ર કરવામાં એશિયા અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ નોંધાવ્યો છે. 2022માં બ્રિટિશ સંસદ ખાતે 6149 બ્લડ કેમ્પ કરી એક દિવસમાં 2.5 લાખ યુનિટ બ્લડ એકત્ર કરી ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેમજ છેલ્લા 10 વર્ષમાં સંસ્થાએ 10 લાખથી વધુ યુનિટ બ્લડ એકત્ર કર્યું છે. આ ઉપરાંત લોકોમાં જાગૃતિ આવે માટે તે માટે 14 સપ્ટેમ્બરે સાયકલોથોન, મેરેથોન અને વોકાથોનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કાર્યક્રમમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન, ગુજરાત યુનિવર્સિટી, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, Gcci, Vhp, Abvp, ભારતીય જનતા યુવા મોરચા સહિત વિવિધ સંસ્થા જોડાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રધાનમંત્રીના 75 માં જન્મદિવસ પર ઓછામાં ઓછી 75 હજાર બ્લડ યુનિટ એકત્ર થાય તેવો અંદાજ છે.
કાર્યક્રમમાં ધ્યાન રાખવા જેવી બાબત
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 નંબર ગેટ પરથી જનરલ એન્ટ્રી. 2 અને 3 પરથી કાર અને વાહન જઇ શકશે અને 4 નંબર ગેટ પરથી vvip એન્ટ્રી રહેશે
- સ્ટેડિયમ ખાતે amc અને હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ સહિતની પણ વ્યવસ્થા રહેશે
- મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે માં આમંત્રણ વગર લોકો એકત્ર થાય તેના કરતાં વધુ લોકો બ્લડ કેમ્પમાં આવે તેવો આયોજકોનો લોકોને આગ્રહ
- કેમ્પમાં એકત્ર કરેલ બ્લડ જરૂરતમંદ ને પહોંચાડવામાં અને મદદ કરવામાં આવશે
આ પણ વાંચો, ગુજરાત હાઇકોર્ટને ફરીવાર બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ-સ્ક્વોડ એલર્ટ