Ahmedabad

અમિત શાહે નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્સનું ઉદ્ઘાટન કર્યું: CMએ ગુજરાત વતી આભાર માન્યો

Oplus_131072

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદમાં નારણપુરામાં આવેલા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ કોમ્પલેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વનું સૌથી લાંબુ સ્વિમિંગ વીર સાવરકરે કર્યું છે. આ સ્પોર્ટ કોમ્પલેક્ષ તેમના જ નામે અર્પણ કર્યું છે. સાથે જ તેમણે જણાવ્યું કે, કોમનવેલ્થ 2030માં અમદાવાદમાં રમાશે અને ઓલિમ્પિકના પ્રયાસ ચાલી રહ્યા છે પરંતુ ઓલમ્પિક પણ અહીં જ રમાશે તેવું માનો.

અમિત શાહ નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદઘાટનનો કાર્યક્રમ પતાવી સીધા જ એરપોર્ટ જવા રવાના થયા હતા. અગાઉ તેઓ સાંજે શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે અમદાવાદ અને ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ સાણંદ, કલોલ અને બાવળા નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન પણ કર્યું હતું. જેમાં વરસાદી પાણી ભરાવા ગટર અને અન્ય પ્રાથમિક સુવિધાઓ અંગે નાગરિકોને પડતી હાલાકીઓના પ્રશ્નો અંગે ચર્ચા કરવાના હતા. પરંતુ છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ રદ્દ થયો અને તેઓ એરપોર્ટ જવા માટે રવાના થયા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરૂ છું. વર્ષ 1960થી ગ્રીન બેલ્ટ બનેલો હતો. હું અહીંયા નારણપુરામાં જ રહ્યો છું. આ જગ્યાનો હવે સ્પોર્ટ કોમ્પલેક્ષ તરીકે ઉદ્ધાર થયો છે. વર્ષ 2019 પછી હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ગયો હતો અને કહ્યું કે, મારા ઘરથી 400 મીટર દૂર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવવું છે. ત્યાર બાદ પીએમ મોદીએ મને બોલાવીને કહ્યું કે, સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવો પરંતુ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવો.

આ પણ વાંચો, અમદાવાદ શહેરમાં પાલડીમાં યુવકની હત્યા કેસમાં 7 આરોપીની અટકાયત

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button